ભાવનગર જિલ્લામા મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી તા. ૦૧ ઓગષ્ટ થી શરૂ થયેલ છે. તદ અનુસાર તા. ૦૧ ના રોજ મહિલા સુરક્ષા દિવસ, તા. ૦૨ ના રોજ બેટી બચાઓ બેટી પઢાઓ દિવસ, તા. ૦૩ ના રોજ મહિલા સ્વાવલંબન દિવસ, તા. ૦૪ ના રોજ મહિલા નેત્રુત્વ દિવસ, તા.૦૫ ના રોજ મહિલા આરોગ્ય દિવસ, તા. ૦૬ ના રોજ મહિલા ક્રુષિ દિવસ, તા. ૦૭ ના રોજ મહિલા શિક્ષણ દિવસ, તા. ૦૮ ના રોજ મહિલા સ્વચ્છતા દિવસ, તા. ૦૯ ના રોજ મહિલા કલ્યાણ દિવસ, તા. ૧૦ ના રોજ મહિલા બાળ પોષણ દિવસ, તા. ૧૧ ના રોજ મહિલા કર્મયોગી દિવસ ની ઉજવણી અંતર્ગત જિલ્લા માહિતી કચેરી ભાવનગર દ્વારા તાલુકાના ભુતેશ્વર ગામે લોકડાયરો યોજાશે, તા. ૧૨ ના રોજ મહિલા કાનુની જાગ્રુતિ દિવસ, તા. ૧૩ ના રોજ શ્રમજીવી મહિલા દિવસ, તા. ૧૪ ના રોજ મહિલા શારીરિક સૌષ્ઠવ દિવસ ઉજવાશે.
આ કાર્યક્રમો નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, પ્રોગ્રામ ઓફીસર, નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, નાયબ મ્યુ. કમિ. મ. ન. પા., જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ પશુપાલન નિયામક, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, લીડ બેંક મેનેજર, મેનેજર જિલ્લા ઉધોગ કેન્દ્ર, નાયબ માહિતી નિયામક, આચાર્ય મહિલા આઈ. ટી. આઈ. જિલ્લા રમતગમત અધિકારી સહિતની કચેરીઓ દ્વારા યોજાશે. આ કાર્યક્રમો નક્કી થયેલા કાર્યક્રમ અનુસાર જે તે કચેરી આયોજન કરશે.