મેગાફેશન એન્ડ ડાન્સ ઈવેન્ટના ઓડીશનમાં મિસરીનો શ્રેષ્ઠ દેખાવ

976

આઈઆઈએફડી ડાન્સ એકેડમી દ્વારા તાજેતરમાં ભાવનગર શહેરની હોટલ જનરેશન એક્સ ખાતે અનસ્ટોપેબલ શિર્ષક તળે યોજાયેલા મેગા ફેશન એન્ડ ડાન્સના ઈવેન્ટની ઓડિશનમાં શહેરની સ્વામિનારાયણ ગુરૂકુળની ધો.પની પ્રતિભાશાળી વિદ્યાર્થીની મીસરી જગદિશભાઈ ધોળકીયાએ ઉત્કૃષ્ઠ દેખાવ કરીને સમસ્ત શ્રીમાળી સોની સમાજનું જ નહીં બલકે ભાવેણાનું નામ રોશન કર્યુ હતું. આ ઉપરાંત આ વેળા યોજાયેલી માતા-પુત્રીની ઈવેન્ટ મોમ એન્ડ ડોટર શોમાં મીસરી અને તેણીના માતા નિશાબહેનએ પણ ભાગ લઈને ધમાકેદાર પરફોર્મન્સ કરતા ઉપસ્થિત શ્રોતાજનો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. અત્રે એ ઉલ્લેખનિય છે કે, નાની વયથી જ નૃત્યકલામાં પારંગતતા ધરાવતી મીસરી આ ઉપરાંત ભાવનગરમાં શ્રીમાળી સોની જ્ઞાતિ ટ્રસ્ટના ઈનામ વિતરણ સમારોહ, સ્થાનિક વિવિધ સામાજિક, સાંસ્કૃતિક સંસ્થાઓ દ્વારા પ્રસંગોપાત યોજાયેલા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં એક એકથી ચડીયાતી ડાન્સની કૃતિઓ પ્રસ્તુત કરીને ઢગલાબંધ ઈનામો, ટ્રોફીઓ અને પ્રમાણપત્રો મેળવીને શ્રોતાજનોની વાહ વાહ મેળવી રહી છે. મીસરી છેલ્લા બે વર્ષથી નૃત્યકલાની ડી ફોર ડાન્સ કલામાં નિષ્ણાંતો પાસેથી નૃત્યકલાની સઘન તાલીમ મેળવી રહી છે.

Previous articleમહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણીનો રેલી સાથે થયેલો પ્રારંભ
Next articleઅલ્ટ્રાટેક સિમેન્ટ દ્વારા નાળીયેરી ખેતી વિકાસ પ્રોજેક્ટનો પ્રારંભ