અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ, ગુજરાત સિમેન્ટ વર્કસ કોર્પોરેટ સોશિયલ રિસ્પોસીબીલીટી દ્વારા સીએસઆર કાર્યક્ષેત્ર ગામમાં મોટા સ્તર પર નારીયેળી ખેતીની યોજના બનાવી છે. આ યોજના હેઠળ જુનાગઢ યુનિવર્સિટીના સંયુક્ત પ્રયત્નથી એક મોટા અભ્યાસથી એ નક્કી કરવામાં આવ્યું કે પ્લાન્ટના નજીકના ગામોમાં નારીયેળીની ખેતી એ સારો અવસર છે. અહીંની આબોહવા અનુરૂપ છે તેથી છેલ્લા મહિનામાં ગ્રામવાસીઓને તાલીમ આપવામાં આવે છે. આ યોજના હેઠળ ગામ કોવાયા, ભાકોદર, વારાહસ્વરૂપ અને વાંઢમાં ખેડૂતોને વિસ્તૃત નાળીયેરના વાવેતરને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
યોજનાના બીજા તબક્કામાં મોટા પાયા પર ૩૦૦૦થી વધારે નારીયેળના છોડ રોપવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. આ યોજના ટકાઉ બનાવવા માટે અને દરેક સ્તર પર જાહેર સહભાગીતાને સુનિશ્ચિત કરવાના હેતુથી નારીયેળ ઉત્પાદન સમિતિની રચના કરવામાં આવી છે.
યોજનાના શુભારંભ અવસર પર અલ્ટ્રાટેક સીએસઆર કોમ્યુનિટી સેન્ટર પરિષદમાં નજીકના ગામના ગ્રામવાસીઓ પણ ઉપસ્થિત હતા. પ્લાન્ટ પ્રબંધન સીઓઓ અને ઈ.પી. ગોપીકા તિવારીએ તેના વક્તવ્યમાં આ યોજના એક મોટું સ્વરૂપ લેશે અને કમાણીની સાથે હરિયાળી પણ વધશે.
આ અવસર પર પ્લાન્ટના સીતારામ મુલુ, સી.એચ., બી.પી. સદાનંદ, વિવેક ખોસલા, ભરત પટેલએ પણ એમના વક્તવ્યમાં નારીયેળની વધારેને વધારે ખેતી કરવામાં માટે પ્રેરિત કર્યા. નારીયેળના છોડનું વિતરણ ગોપિકા તિવારી અને અન્ય વરિષ્ઠ પદાધિકારીના હાથે કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ગામ કોવાયા, ભાકોદર, વાંઢ, વારાહ સ્વરૂપના પંચાયતના પદાધિકારી પણ ઉપસ્થિત હતા.
કાર્યક્રમમાં આવેલા ખેડૂતો તરફથી નિવૃત્ત ઓફિસર કાળુભાઈ લાખણોત્રાએ તેમની ખુશી વ્યક્ત કરી. પ્લાન્ટના સીએસઆર દ્વારા કરવામાં આવેલી. કાર્યક્રમનું આયોજન કરવામાં સીએસઆર ટીમના સભ્ય રાજેન્દ્ર કુશવાહા, ઈશા દેસાઈ, રાણિકભાઈ લાખણોત્રા, લાભ લાખણોત્રા, માંડલીયા પ્રિયંકા, રાહુલ ભટ્ટીનો પણ સહયોગ રહ્યો. સીએસઆર હેડ વિનોદ શ્રીવાસ્તવએ જાણકારી પુરી પાડી.