વલ્લભીપુર હાઈ-વે પર પડેલા મોટા ખાડા – અકસ્માતનો ભય

764

વલ્લભીપુર શહેર અને તાલુકામાંથી પસાર થતો હાઈ-વે રોડ જે અમદાવાદ, ભાવનગર અમદાવાદ, પાલીતાણા, વગેરે મોેટા શહેરોને જોડતા આ હાઈવે રોડ ઉપર ઘણા સમયથી ખુબ મોટા પ્રમાણમાં ખાડાઓ પડવા પામ્યા છે. જે ખુબ મોટી દુર્ઘટના નોતરે તેવુ જોવા મળી રહ્યુ છે.

આ ખાડાઓના કારણએ નાના વાહનચાલકો હેરાન પરેશાન થવા પામ્યા છે. અને પાટણથી લઈ ઘાંઘળી સુધીના રોડ ઉપર ભયજનક ખાડાઓ પડેલ છે. જેથી કરી આ વિસ્તારોમાં નાના મોટા અઇકસ્માતો પણ થવા પામતા હોય અને લોકોના જીવ જોખમમાં મુકાતો હોય તેવી પરિસ્થિતીમાં પણ સરકારી બાબુઓ પોત પોતાની ઓફિસોમાં બેસીને મોજ મસ્તી કરતા હોય અને કર્મનિષ્ઠા અને સરકાર પ્રત્યે પોતાની જવાબદારી પૂર્ણ કરી વફાદારી દાખવતા ન હોય તેવુ પણ લોકમૂર્ખ ચર્ચાઈ રહ્યુ છે.

ત્યારે વલ્લભીપુર હાઈવે રોડ જે ખાસ કરીને પાટણાથી ઘાંઘળી સુધીના હાઈવે રોડ ઉપર પડવા પામેલ ખાડાઓ તાત્કાલીક રીપેરીંગ તથા ઘટતી યોગ્ય કાર્યવાહી કરવા વલ્લભીપુરના વેપારી આગેવાનો દ્વારા ઉગ્ર માંગ કરેલ છે.

Previous articleઅલ્ટ્રાટેક સિમેન્ટ દ્વારા નાળીયેરી ખેતી વિકાસ પ્રોજેક્ટનો પ્રારંભ
Next articleપાલીતાણા પાર્ટીપ્લોટમાં આગ