આ કોંગ્રેસનો સ્વભાવ છે, રાહુલ માફી માંગેઃ આનંદીબેન પટેલ

808
guj11102017-9.jpg

રાહુલ ગાંધીના નિવેદન બાદ પ્રતિક્રિયા આપતાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, તમારી દ્રષ્ટિ એ છે. કોંગ્રેસની દ્રષ્ટિ એ છે. તમે મહિલા સામે જ જુઓ છે, એણે શું પહેર્યું છે? આવું બોલીને રાહુલે ગુજરાતી મહિલાઓનું અપમાન કર્યું છે. તે મહિલાઓની માફી માંગે, નહીંતર બધી મહિલાઓ ભેગી થશે. કોંગ્રેસ બાકી બચેલી સીટો પણ ગુમાવશે. કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓ કોંગ્રેસને પૂછીને પહેરે છે? કોંગ્રેસ માંફી માંગે. ગુજરાતની મહિલાઓ સંસ્કારી છે. દેશની સેવા માટે કામ કરે છે. ઘણી મહિલાઓ સંસ્થાઓ પણ ચલાવે છે. આવા શબ્દો બોલનાર સામે તાકાતથી સામનો કરે છે. આ અંગે સોનિયા ગાંધીને પૂછવું કે, તમારો પુત્ર મહિલાઓ વિશે આવું બોલ્યો તે યોગ્ય છે? તેમની બહેનને પૂછો. આ કોંગ્રેસનો સ્વભાવ છે. સંઘમાં મહિલાઓ માટે અલગ શાખા છે. એમને ખબર જ નથી. દેશમાં લાખો શાખાઓ ચાલે છે, જ્યાં મહિલાઓ કામ કરે છે. યુ-ટ્યુબ પર સર્ચ કરીને જાણી લે.

Previous articleRSSની શાખામાં ક્યારેય તમે મહિલાઓને જોઇ છે? : રાહુલ
Next articleદિવાળીમાં મિઠાઈ, ફટાકડા ૩૦% મોંઘા