ચિત્રકુટ ધામ-તલગાજરડા તથા કૈલાસ ગુરૂકુળ મહુવા ખાતે મોરારિબાપુ દ્વારા તુલસી જન્મોત્સવ મનાવવામાં આવશે. આ સાથે વાલ્મીકી વ્યાસ તથા તુલસી પદક અર્પણ સમારોહ અને તુલસી સાહિત્ય સંગોષ્ઠિ યોજાશે.
મંગળવાર તા.૧૪ ઓગષ્ટથી શુક્રવાર તા.૧૭ ઓગષ્ટ દરમિયાન પ્રતિ વર્ષની જેમ સંત તુલસીદાસજીના જન્મદિન પ્રસંગે મોરારિબાપુ દ્વારા પદક અર્પણ સન્માન તથા તુલસી સાહિત્ય સંગોષ્ઠિના આયોજન મુજબ મંગળવાર તા.૧૪ સાંજે ૪ થી ૭ કલાકે શંકરાચાર્ય સંવાદ ગૃહ ખાતે સંગોષ્ઠિ યોજાશે. બુધવાર તા.૧૪ સવારે ૯-૩૦ થી બપોર ૧ર-૩૦ કલાક તથા સાંજે ૪ થી ૭ કલાકે સંગોષ્ઠિ યોજાશે. ગુરૂવાર તા.૧૬ સવારે ૯-૩૦ થી બપોરે ૧ર-૩૦ કલાક તથા સાંજે ૪ થી ૭ કલાકે પુરસ્કૃત વિદ્વાનો દ્વારા સંગોષ્ઠિ થશે. જ્યારે શુક્રવાર તા.૧૭ સવારે ચિત્રકુટ ધામ તલગાજરડા ખાતે સવારે ૯-૩૦ થી બપોરે ૧ર કલાક દરમિયાન વિવિધ પદક સન્માન અર્પણ સમારોહ આયોજન રહેશે.
વિવિધ પદક સન્માનમાં શ્રીમદ માધવ ગૌડેશ્વર વૈષ્ણવાચાર્ય, પુન્ડરીક ગોસ્વામી મહારાજ (વૃંદાવન)ને વાલ્મીકી (પોરબંદર)ને વ્યાસ પદક, જગદ્ગુરૂ અનંત વિભુષિત શંકરાચાર્ય, સ્વામી દિવ્યાનંદ તિર્થથી મહારાજ (શંકરાચાર્ય મઢ-ભાનપુરા, મધ્યપ્રદેશ)ને તુલસી પદક, સ્વામી શ્રવણાનંદ સરસ્વતીજી મહારાજ (વૃંદાવન)ને તુલસી પદક તથા જ્ઞાનવતી અવસ્થ (રેવા, મધ્યપ્રદેશ)ને તુલસી પદક અર્પણ થશે.
આ પ્રસંગે વિશેષરૂપથી તુલસી સાહિત્ય વિચાર પર સંગોષ્ઠિ આયોજીત કરવામાં આવી છે. ઉત્તર હિન્દુસ્તાનની નિમંત્રિત માનસ કથા પ્રવક્તા પ્રવચનકાર વિવિધ પાસાઓ ઉપર પોતાના વિચારો પ્રસ્તુત કરશે.