દિવાળીના તહેવાર ત્યારે શહેરમાં ફટાકડાના સ્ટોલ અલગ અલગ વિસ્તારમાં ખૂલી ગયા છે. પરંતુ આ વર્ષે જીએસટીના કારણે ફટાકડાના ભાવમાં ૩૦ ટકા વધારો થયો .
આ વર્ષે ફટાકડાના ભાવમાં જીએસટી લાગ્યો હોવાથી વધારો જોવા મળી રહ્યો છે. હાલ બજારમાં રૂ.પાંચથી શરૂ થઈને ૧૦,૦૦૦ સુધીના ફટાકડા વેચાઈ રહ્યા છે. શહેરમાં ૧,૦૦૦થી વધુ વરાઇટીમાં ફટાકડા મળી રહ્યા છે. બાળકોમાં, કલર સાવલ, મેજિક બોન્ઝા, જાદુઈ તારામંડળ, દશ કલર પેન્સિલ, સુમો બોક્સ, જમીન ચક્કર, ભંભુ, ફૂલઝરી, રોકેટ ફેવરિટ રહી છે. બાળકો વધુ પડતી તે વેરાઇટીની જ પસંદગી કરે છે તો યુવાનોમાં સૂતરી બૉમ્બ, વિક્ટર બોમ્બ, વોલ્વો બોમ્બ, મ્યુઝિક બોમ્બ, ૪૦ શોર્ટ, પ૦૦ શોર્ટ, ૧૦૦૦ શોર્ટના ફટાકડાએ આકર્ષણ જગાવ્યું છે તો આ વર્ષે આકાશી બોમ્બ, મ્યુઝિકલ આકાશી બોમ્બ, નવી વેરાઇટીમાં આવ્યા છે.
દિવાળી પર્વમાં મોઢું મીઠુંના થાયતો પર્વ ના ગણાય, પણ આ દિવાળીએ જીએસટીના કારણે મીઠાઇ મોંઘી મળશે, એટલે થોડી મીઠાઇ કડવી લાગશે. દિવાળીને ગણતરીના દિવસો બાકી છે અને મીઠાઇ બજારમાં ભાવ વધારા જોવા મળી રહ્યા છે. દર વર્ષે મીઠાઇ-ફરસાણમાં ૧૦ ટકા જેટલો વધારો નોંધાય છે પણ આ વર્ષે તેમાં જીએસટીથી વધુ મોંઘી મળશે.
દર વર્ષે મીઠાઇ-ફરસાણમાં ૧૦ ટકા જેટલો વધારો નોંધાય છે પણ આ વર્ષે તેમાં જીએસટીથી વધુ મોંઘી મળશે. સામાન્ય લોકો દર વર્ષે તહેવારોમાં મીઠાઇ અને ફરસાણનાં બજેટ બનાવે છે તેમાં આ વર્ષે કાપ મૂકવાનો વારો આવ્યો છે.
દિવાળી દરમિયાન ડ્રાય ફ્રૂટ્સનું વેચાણ સૌથી વધુ થાય છે. અંજીર-પિસ્તાના ભાવમાં પ ટકા વેટ હતો જે વધી હવે ૧ર ટકા જીએસટી લાગુ થયો છે એટલું જ નહીં, ઘીના ભાવમાં પ ટકા વેટ લાગતો હતો તે વધી હવે ૧ર ટકા જીએસટી દર લાગતાં ફી અને ડ્રાય ફ્રૂટ્સ સાથેની મીઠાઇમાં ર૦ ટકાથી વધુનો વધારો થયો છે. કાજુકતરી, પિસ્તા રોલ, અંજીર રોલ કે મોહનથાળ સહિતની ઘી અને ડ્રાય ફ્રૂટથી બનતી મીઠાઇઓ મોંઘી થઇ છે.
શુગર ફ્રી મીઠાઇના ભાવ આસમાને છે. રૂ.૮૦૦ થી ર૦૦૦ સુધી તેનો કિલોનો બજારભાવ ચાલી રહ્યો છે. ગત વર્ષે કાજુકતરીનો રૂ.૭૦૦ કિલોનો ભાવ હતો, જે વધીને આ વર્ષે રૂ.૮૦૦ થયો છે. કાજુ-પિસ્તા રોલ, કાજુ અંજીર રોલ, કાજુ ડ્રાય ફ્રૂટ પાનનો ભાવ ૮૦૦ થી રૂ.૮ર૦ કિલોનો હતો, જે વધીને આ વર્ષે રૂ.૯૦૦ થી ૧૦૦૦ કિલોદીઠ થયો છે. અંજીર બદામ મીઠાઇ રૂ.૯૦૦નો ભાવ હતો, હવે ૯૮૦થી ૧૦રપ સુધી થયો છે.
રેગ્યુલર ગણાતી મીઠાઇ મોહનથાળનો ભાવ ૪પ૦ થી વધી પર૦ સુધી થયો છે. કેસર પિસ્તા ઘારી કે અંજીર રોલનો ભાવ ૪પ૦ થી પપ૦ થયો છે.ચોકલેટ બરફી ૪૦૦થી વધી પપ૦ થઇ છે, જ્યારે ચોકલેટ બોકસનો ભાવ રૂ.૧૦૦ થી ર૦૦ હતો તે હવે વધીને ર૦૦ થી ૩૦૦ થયો છે.