ગુજરાત ચૂંટણી ડિસેમ્બરમાં જ : ચૂંટણીપંચનો સંકેત

1324
guj11102017-7.jpg

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને અનુલક્ષીને કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી હતી. જે દરમ્યાન ચૂંટણી પંચના અધિકારીઓએ વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો, પ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓ તથા સત્તાધીશો સાથે મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરી હતી. કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ મુક્ત અને વાજબી વાતાવરણમાં યોજવાની કટિબધ્ધતા વ્યકત કરી હતી અને સ્પષ્ટ કરી દીધુ હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર મહિનામાં જ યોજાશે. કેટલા તબક્કામાં ચૂંટણી યોજાશે તે અમે પછી સ્પષ્ટ કરીશું. મુખ્ય ચૂંટણી કમિશનર એ.કે.જયોતિએ એ પણ સ્વીકાર્યું હતું કે, સોશ્યલ મીડિયાનો જે મીસયુઝ થાય છે તેની સામે કંઇપણ થઇ શકે તેમ નથી, તેની પર પ્રતિબંધ લાદી શકાય નહી. મુખ્ય ચૂંટણી કમિશનર જયોતિએ એક મહત્વના મુદ્દા પરત્વે ધ્યાન દોર્યું હતું કે, વિવિધ રાજકીય પક્ષો અને અન્ય લોકો તરફથી ચૂંટણી દરમ્યાન મતદાનનો સમય વધારવા મહત્વની રજૂઆત મળી છે તે અંગે ઉપરના લેવલે ચર્ચા વિચારણા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. ગોવા પછી ગુજરાત દેશમાં પ્રથમ એવું રાજય છે કે, જયાં ઇવીએમ મશીનની સાથે વીવીપેટનો પણ ઉપયોગ થશે. મતદાન બાદ વિવાદીત પરિસ્થિતિમાં જરૂર પડશે તો જ વીવીપેટની સ્લીપની ગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી દરમ્યાન નાણાંનો દૂરપયોગ નાથવા માટે ૨૪ કલાકના  કંટ્રોલ રૂમ રાજયમાં શરૂ કરવામાં આવશે અને સર્વેલન્સ સ્કવોડની ટીમો ચેકીંગ માટે ઉતારાશે. સાથે સાથે બેંક ટ્રાન્ઝેકશન પર પણ સતત નજર રખાશે. તેમણે ઉમેર્યું હતું કે, રાજયમાં વિધાનસભાની ચૂંટણી દરમ્યાન ૫૫ હજાર જેટલા પોલીંગ સ્ટેશન ઉભા કરાશે, જયાં સીસીટીવી કેમેરા, લોખંડી સુરક્ષા વ્યવસ્થા સહિતની ફુલ પ્રુફ વ્યવસ્થા તૈનાત હશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં સૌપ્રથમવાર પોલીંગ બુથ ૫૦૧૨૮ પોલીંગ બુથ પર મહિલા સુરક્ષા કર્મચારી તૈનાત કરાશે. ગુજરાત રાજયમાં તા.૨૫મી સપ્ટેમ્બરે મતદાર યાદી સુધારણા પૂર્ણ થઇ ગઇ હતી અને રાજયમાં કુલ ૧૦ લાખ, ૪૬ હજાર નવા મતદારો ઉમેરાયા છે., આ સાથે રાજયના કુલ મતદારો ચાર કરોડ, ૩૩ લાખ મતદારો નોંધાયા છે. રાજયમાં કુલ ૫૦,૧૨૮ મતદાન મથકો ઉભા કરાશે, ગત ચૂંટણી કરતાં આ વખતે પાંચ હજાર જેટલા મતદાન મથકોનો વધારો કરાયો છે.
ચૂંટણી દરમ્યાન નાણાંકીય દૂરપયોગ નાથવા ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓને પણ તૈનાત કરાશે. તો, સુરક્ષા વ્યવસ્થાના મુદ્દે કેન્દ્ર સરકારમાં અર્ધ લશ્કરી દળો સહિતની સુરક્ષા દળોની મદદ મંગાશે.તેમણે ઉમેર્યું કે, બે દિવસની ગુજરાતની મુલાકાત દરમ્યાન અમને વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો, પ્રતિનિધિઓ અને લોકોએ મળીને કેટલીક રજૂઆતો કરી છે અને સારી રીતે ન્યાયપૂર્ણ વાતાવરણમાં વિધાનસભા ચૂંટણી યોજાય તે માટેના વાંધા-સૂચનો પણ રજૂ કર્યા છે. જેમાં રાજકીય પક્ષોએ ખાસ તો, ચૂંટણી દરમ્યાન નાણાંનો દૂરપયોગ ના થાય તે જોવા, મતદારયાદીમાં કોઇ ગડબડ ના થાય તે માટેની તકેદારી રાખવા, વોટર સ્લીપની વહેંચણી સરકારી અધિકારી દ્વારા જ કરવામાં આવે સહિતના વિવિધ મુદ્દાઓ પરત્વે રજૂઆત અને માંગણી કરી હતી. જેને અમે ધ્યાને લીધા છે અને આ તમામ બાબતોનું ચૂંટણીની પ્રક્રિયા દરમ્યાન પાલન થાય તેનું અમે ધ્યાન રાખીશું. પાટીદાર આંદોલન દરમ્યાન રાજયમાં જે તોફાનો થયા હતા તેનો પણ રિવ્યુ કરાયો છે. 

ચૂંટણી પંચે કરેલી મુખ્ય જાહેરાતો
ગુજરાતમાં ચૂંટણીની તૈયારી પૂર્ણ, મતદાર યાદીની તમામ તૈયારીઓ પૂર્ણ ૨૬ સપ્ટેમ્બર સુધીમાં કુલ મતદારોની સંખ્યા ૪.૩૩ કરોડ કુલ મતદાન મથકો ૫૦,૧૨૮ ૨૫ સપ્ટેમ્બરના રોજ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પૂર્ણ ૧૦ લાખ ૪૬ હજાર નવા મતદારો ઉમેરાયા, ૫ વર્ષમાં મતદારોની સંખ્યામાં ૧૦ લાખનો વધારો વોટર સ્લિપની વહેંચણી સરકારી કચેરીએથી સરકારી અધિકારીઓ દ્વારા જ કરવામાં આવશે. પાટીદારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, વોટર સ્લિપની વહેંચણીમાં ગોટાળા થાય છે. એ વાતને ધ્યાનમાં રાખીને ઉપરોક્ત નિર્ણય લેવાયો. પાર્ટીઓ ફોટાવાળી મતદાન સ્લિપ ન વહેંચે નવી મતદાર યાદી પ્રમાણે મતદાન યોજાશે. ચૂંટણી સમયે સુરક્ષા બંદોબસ્ત માટે કેન્દ્રિય પોલીસ ફોર્સની ફાળવણી ભય વગર ચૂંટણી થાય એવી વ્યવસ્થા કરવામાં આવશે નાણાંનો દુરૂપયોગ ન થાય એને લગતી જાહેરાત તમામ પાર્ટી સાથે મુલાકાત થઇ અને દરેકે પોતાના સૂચનો આપ્યા રાજકીય પાર્ટીની માંગણી છે કે, ચૂંટણી બૂથ સિંગલ વિંડો હોવું જોઇએ પંચ તરફથી ચૂંટણી અધિકારીઓને કેશલેસ સુવિધા મળી રહે એ  માટેની ભલામણ રાજ્ય સરકારને કરવામાં આવી છે વધુમાં વધુ મતદાન થાય એવી વ્યવસ્થા કરાશે તમામ ઇવીએમ મશીન સલામત છે ૫૫ હજાર પોલિંગ બૂથ ઊભો કરાશે, દરેક બૂથમાં ફફઁછ્‌ મુકાશે બોર્ડર ચેકપોસ્ટ પર સીસીટીવી કેમેરા મુકાશે દારૂની હેરફેર પર ચાંપતી નજર રાખવામાં આવશે પૈસા અને ડ્રગ્સની તસ્કરી ન થાય એની તકેદારી રૂપે સતત મોનિટરિંગ કરાશે આવકવેરાના અધિકારીઓ પણ ખડેપગે હાજર રહેશે લાઇસન્સવાળા હથિયાર ધરાવતા નાગરિકોએ પોતાના હથિયારો સંબંધિ જીર્ૐં કે પોલીસ મથકમાં જમા કરાવવાના રહેશે. મતદાન પૂર્ણ થયા બાદ તમામ લાઇસન્સવાળા હથિયારો માલિકને પરત કરવામાં આવશે

Previous articleદિવાળીમાં મિઠાઈ, ફટાકડા ૩૦% મોંઘા
Next articleકોબા ગ્રામજનો દ્વારા કપડાની થેલીનું વિતરણ