ગૌરક્ષક રાજુભાઈ રબારીના હત્યારાઓને ઝડપી લેવા કામધેનુ ગૌ સેવાની માંગણી

1988

મહેસાણા જીલ્લાના કડી તાલુકાના ખેરપુર ગામનાં ગૌ રક્ષક રાજુભાઈ ગાંડાભાઈ રબારીએ ગેર કાયદેસર ચાલતાં કતલખાના સામે મોરચો માંડી ગૌરક્ષાનું કામ કરી આવા કતલખાના બંધ કરાવ્યા હતાં. જેનું મનમાં વેર રાખી કેટલાક ઈસમોએ જેઓનો ધંધો ગેરકાયદેસર કતલખાના ચલાવવાનો હતો તેઓએ યુકિતપુર્વક યોજના બનાવી તા. રપ-૭-ર૦૧૮ના રોજ રાજુભાઈ ગાંડાભાઈ રબારીની હત્યા કરેલ છે ત્યારે ગૌરક્ષકની હત્યા કરનાર તમામને સખતમાં સખત સજા થાય તેમજ ગૌરક્ષા માટે પોતાના જીવની આહુતિ આપનાર રાજુભાઈ ગાંડાભાઈ રબારીના પરિવારને સરકાર તરફથી આર્થિક સહાય આપવામાં આવે તેવી જાફરાબાદ કામધેનુ ગૌ શાળા તેમજ આસપાસના વિસ્તારના માલધારી સમાજ અને જાફરાબાદ તાલુકાના તમામ ગૌપ્રેમી તેમજ ધર્મપ્રેમી તથા ગૌરક્ષકો દ્વારા મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું.

Previous articleનંદકુંવરબા મહિલા કોલેજમાં ડો.રાઠોડનું વ્યાખ્યાન યોજાયું
Next articleBSNL ખાનગી કંપની સામે બાથ ભીડવા તૈયાર : સૌથી સસ્તા દરની સેવાઓ જાહેર કરી