સ્કુટરની ડીકીમાંથી સાડા છ લાખની ચોરી

1867

શહેરના હિરા ઉદ્યોગ સાથે સંકળાયેલ પટેલ વેપારીના સ્કુટરની ડીકીમાંથી કોઈ અજાણ્યો શખ્સ રૂા.સાડા છ લાખની ચોરી કરી નાસી છુટ્યો હતો.

સમગ્ર બનાવ અંગે સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર, શહેરના વિજયરાજનગરમાં રહેતા અને નિર્મળનગર સ્થિત માધવરત્નમાં હિરાની પેઢી ધરાવતા ધર્મેશભાઈ ગાબાણી આજે સાંજના સુમારે તેના ઘરેથી રૂા.૬.પ૦ લાખની રોકડ એકટીવા સ્કુટર નં.જીજે૪ પીસી ૩૯૮પની ડીકીમાં મુકી નિર્મળનગર તરફ આવી રહ્યાં હતા તે વેળા શાસ્ત્રીનગર વિશ્વકર્મા સર્કલ પાસે સ્કુટર પાર્ક કરી કોઈ કામ સબબ જતા કોઈ અજાણ્યો શખ્સ સ્કુટરની ડીકી તોડી તેમાં રાખેલ રોકડા રૂા.૬.પ૦ લાખની ચોરી કરી નાસી છુટ્યો હતો. જે અંગે વેપારીઓ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી હતી. સુત્રોના જણાવ્યા મુજબ, સમગ્ર ઘટના નજીકના ફ્લેટના કમ્પાઉન્ડમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

Previous articleવરતેજ ખાતે ઉજ્જવલા ગેસકીટ વિતરણ કરાયું
Next article૯ લાખ લીટરની કેપેસીટી વાળો સંપ તુટી પડ્યો