રાજ્યના ૭ જિલ્લાઓમાં સ્પોર્ટસ સંકુલોનું નિર્માણ કરાશે : રાજેન્દ્ર ત્રિવેદી

748
gandhi21102017-3.jpg

રાજ્યના યુવાનો રમત-ગમત પ્રવૃત્તિ ક્ષેત્રે પોતાની શ્રેષ્ઠ કારકિર્દી ઘડે અને રાજ્યનું નામ રોશન કરે તે માટે રાજ્ય સરકારે અનેકવિધ સવલતો પૂરી પાડી છે. યુવાનો-વિદ્યાર્થીઓને રમત ગમત માટે માર્ગદર્શન તથા સુવિદ્યાઓ આપવા માટે જિલ્લા કક્ષાએ સ્પોર્ટસ સંકુલોનું નિર્માણ કરાય છે જે અંતર્ગત રાજ્યના ૭ જિલ્લાઓમાં નવા જિલ્લા કક્ષાના સ્પોર્ટસ સંકુલોનું નિર્માણ કરાશે. તેવું રમત ગમત મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતુ. 
આજે ગાંધીનગર ખાતે જન ભાગીદારીથી નિર્માણ થનાર જિલ્લા કક્ષાની સ્પોર્ટસ સંકુલ યોજના અંતર્ગત પસંદ પામેલ શાળાઓ અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત (જીછય્) સાથે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની ઉપસ્થિતિમાં સમજૂતી કરાર (એમ.ઓ.યુ.) થયા હતાં. જેમાં ભરૂચ, નવસારી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, મોરબી અને ગાંધીનગર જિલ્લાની પસંદ પામેલ શાળાઓ ખાતે ભાઇઓ અને બહેનો માટે આ સંકુલોનું નિર્માણ થશે.

Previous articleગાંધીનગરના એડવોકેટ દિલીપસિંહનો અનોખો બચ્ચન પ્રેમ
Next articleવ્યાયામ જ્યોર્તિધર અંબુભાઇ પુરાણી એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો