ગાંધીનગર જિલ્લાના મહેસુલી અધિકારી-કર્મચારીઓની યોજાયેલ ચિંતન શિબિરના પૂણાહુતિ પ્રસંગે જિલ્લા કલેકટર એસ.કે.લાંગા એ આઠ ગ્રૃપમાં યોજાયેલ જૂથ ચર્ચા અને પ્રેઝેન્ટેશન પૈકી ઇ- ગર્વનન્સ થકી અને મિત્રતા ભર્યું વાતાવરણ તથા મેજીસ્ટ્રીયલ બાબતોમાં અસરકારકતા વધારવી અને આરટીએસ અમલમાંના પ્રેઝેન્ટેશનોમાં મૌલિકતા વધુ સારી અને અસરકારક પ્રેઝેન્ટેશન રજૂ કર્યા હતા. કલેકટર એસ.કે.લાંગાએ જણાવ્યું હતું કે, આજની ચિંતન શિબીરમાં ચિંતનાત્મક વિચારો દ્વારા પ્રજકીય કાર્યો કરવા જણાવ્યું હતું. રેવન્યુ તલાટી સહિત તમામ મહેસુલી કર્મીઓ સમય પ્રમાણે અપડેટ બની હકારાત્મક અભિગમ દાખવી કાર્યો કરવા જણાવ્યું હતું.
પર્સનલ ડેવલપેમન્ટ ફોર, પ્રોફેશનલ એક્સલન્સ વિષય ઉપર તજજ્ઞ વક્તા મૌલિક સોનીએ અસરકારક પ્રવચન આપ્યું હતું. જિલ્લાના મુખ્ય ન્યાયાધીશન રાવ સાહેબ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જિલ્લાના બદલીપાત્ર અને નવા નિમાયેલા અધિકારીઓ સર્વ પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, શ્રી મયુર ચાવડા, વિજયભાઇ પટેલ સહિત નિવૃત્ત મામલતદાર કે.કે.ઝાલા, એચ.કે.સોલંકી અને બદલી થયેલા મામલતદાર એ.કે.જોષીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ રાવ, ગાંધીનગર રેન્જ આઇ. જી મયંકસિંહ ચાવડા, જિલ્લા કલેકટર એસ.કે.લાંગા, આઇ.પી. એસ વિરેન્દ્રસિંહ યાદવે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં તમામ વિભાગના અધિકારીઓએ પારિવારિક ભાવનાથી સારી કામગીરી બજાવી છે. પરસ્પર એક બીજાના સહકારથી પ્રસંશનીય કામગીરીની આવકારી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી હિતેશ કોયા, મ્યુનિસિપલ કમિશનર એસ.એમ. અમરાણી, ગુડાના સી.ઇ.ઓ બહ્મભટ્ટ, ઔડાના સી.ઇ.ઓ અતુલ ગૌર, નિવાસી અધિક કલેકટર એચ.એમ.જાડેજા ઉપસ્થિત રહ્યાં હતાં