ગુજરાતની સરહદ પર બી.એસ.એફ.ના જવાનોની સુવિધા માટે ૨૨૦ સાયકલ અર્પણ કરાઇ

1222

ગુજરાતની સરહદ પર તૈનાત સીમા સુરક્ષા દળના જવાનોની સુવિધા માટે બી.એસ.એફ. હેડ કવાર્ટર ગાંધીનગર ખાતે ૨૨૦ સાયકલ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સાયકલો થીંક ટેન્ક ગ્રૃપ, બારડોલીના સહયોગથી જવાનોને આ સાયકલો અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ક્રાઇમ બ્રાન્ચના એડીશન ડી.જી.પી. અજય તોમરે જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રજા સરહદના જવાનો પ્રત્યે સ્નેહ, સહયોગ અને આદર આપનારી પ્રજા છે. દેશની સેવાનું કર્તવ્ય જવાનો જયારે પુરી નિષ્ઠાથી નિભાવે છે. જવાનોના ઉપયોગ માટે અને તેમની સુવિધા વધારો થાય તે માટે બારડોલીના વિવિધ ટ્રસ્ટોએ ભેગા મળીને જવાનોને ૨૨૦ સાયકલો અર્પણ કરી તે બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, સારા વિચાર અને સંકલ્પથી જ સારા સેવા કાર્યો થાય છે. આ પ્રસંગે બારડોલી ટ્રસ્ટના વરિષ્ઠ હોદ્દેદારો અને બી.એસ.એફના અધિકારીઓએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.

Previous articleટ્રાફિક ઝૂંબેશ વચ્ચે રખડતા ઢોર અને ખુલ્લા વાયરો પાટનગરની ઓળખ
Next articleસરદારનગર ગુરૂકુળ ખાતે ટ્‌્રાફિક સેમિનાર યોજાયો