કુંભારવાડા ના અક્ષરપાર્ક ખાતે આવેલ શાળા નં. ૫૨ ના ૭ વિદ્યાર્થીઓએ ડિપ્લોમા ઇન યોગ ભાવનગર યુનિવર્સિટિ તથા સંસ્કૃતિ અને યોગ ગઠન-ભાવનગર દ્વારા ભાવનગર જિલ્લા કક્ષા એ આજ રોજ યુનિવર્સિટિ યોગ હૉલ ખાતે યોજાયેલ યોગાસન સ્પર્ધામાં ભાગ લીધેલ. જેમાથી ૨ જા ક્રમે મી. યોગી હિતેન મકવાણા , ૪ થા ક્રમે વેગડ કેવલ અને ૬ ઠા ક્રમે ચૌહાણ કરણ શ્રેષ્ઠ દેખાવ કરતાં ચેરમેન નિલેશભાઇ રાવલ, શાસનધિકારી જગ્નેશભાઈ ત્રિવેદી, પ્રભારી કમલેશભાઈ ઉલવા, આચાર્ય ઝુબેરભાઈ કાઝી એ અભિનદન પાઠવેલ છે. જેમાથી ૨જા ક્રમે મી. યોગી હિતેન મકવાણા રાજ્ય કક્ષાની યોગ ટુર્નામેન્ટ રમવા કાયાવરણ ખાતે રમવા જશે. શાળા શિક્ષક ભગીરથભાઈ દાણીધરિયા શાળા ના બાળકોને યોગ માં સતત માર્ગદર્શન આપી રહ્યા છે.