પાળીયાદ રોડ પરથી ઈંગ્લીશ દારૂ સાથે બે શખ્સ ઝડપાયા

1367

બોટાદના પાળીયાદ રોડ પર સુર્યા ગાર્ડનની પાસેથી ઈંગ્લીશ દારૂ લઈ મોટરસાયકલ પર પસાર થતા બે શખ્સોને બોટાદ પોલીસ મથકના સ્ટાફે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક સજનસિંહ પરમારની સુચના તથા વિભાગીય પોલીસ અધિકારીના માર્ગદર્શન હેઠળ બોટાદ પો.સ્ટે વિસ્તારમાં ચાલતી દારૂની અસામાજીક પ્રવ્રુતિ સદંતર નેસ્ત નાબુદ કરવા માટે પો.ઇન્સ. જે.એમ.સોલંકી તથા સર્વેલન્સ ટીમના બોટાદ પો.સ્ટે.ના પો સબ ઇન્સ આર કે પ્રજાપતી પો હેડ કોન્સ. એ.યુ.મકવાણા, પો.કોન્સ. રામદેવસિંહ દેવુભા મોરી, પો.કોન્સ. જયપાલસિંહ અનિરૂધ્ધસિંહ ચુડાસમા, પો.કોન્સ. વનરાજભાઇ વીશુભાઇ બોરીચા, પો.કોન્સ. દિગવિજયભાઇ જયંવતભાઇએ બોટાદ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમીના આધારે પાળીયાદ રોડ સુયૉ ગાડૅન પાસે  આરોપી હસસ્તભાઇ ભરતભાઇ ખાચર ઉ.વ.૨૦ રહે કાનીયાડ તા.જી.બોટાદ વાળાતથા અજયભાઇ ઘીરૂભાઇખાચર રહે સુદરીયાણા તા રાણપુર ના કબ્જામાંથી વિદેશી દારૂ ની બોટલ નંગ-૨૯ કિં.રૂા.૧૧૬૦૦ ગણી તથા મો.સા. કિ.રૂા. ૩૦૦૦૦ કુલ કિ.રૂા. ૪૧૬૦૦ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન આરોપીને પકડી પ્રોહી એક્ટ ધારા મુજબની કાર્યવાહી કરેલ.

Previous articleયોગાસન સ્પર્ધામાં અક્ષરપાર્ક શાળા દ્વારા ઉત્કૃષ્ઠ દેખાવ
Next articleદામનગર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો