ગુજરાત રાજ્ય શાળા પાઠ્‌યપુસ્તક નિર્મિત “ગ્રંથ મંદિરનું” ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ લોકાર્પણ કર્યુ

847
gandhi21102017-5.jpg

નિર્ણયનગર વિસ્તારમાં ઉભા કરાયેલા “ગ્રંથ મંદિર”નું શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
સૌ પ્રથમ મંત્રીએ ભવનના નિર્માણ માટે પાઠ્‌ય પુસ્તક મંડળને શુભેચ્છા આપી હતી, અને પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર વિદ્યાર્થિઓના શિક્ષણની પૂર્ણ પણે તકેદારી રાખી રહી છે. રાજ્યનો વિદ્યાર્થિ વર્તમાન શૈક્ષણિક હરિફાઈમાં અન્ય રાજ્યના વિદ્યાર્થિ કરતા જરા પણ પાછો ન રહે તે પ્રકારે શિક્ષણ વિભાગ કાર્ય કરી રહ્યું છે. 
પાઠ્‌ય પુસ્તક મંડળ દ્વારા વિદ્યાર્થિઓના શૈક્ષણિક વિકાસમાં ગંભીરતા અંગેની વાત કરતા મંત્રીએ વર્તમાન પુસ્તકોની ગુણવત્તા ઉપસ્થિત લોકો સમક્ષ રજુ કરી હતી. 
વધુમાં શિક્ષણમંત્રીએ ગાંધીનગર ખાતે સરકાર દ્વારા સ્થાપિત અને સંચાલિત “બાયસેગ” સંસ્થાનો ડીજીટલ ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ ના પ્રચાર અને પ્રસાર માટે કઈ રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે બાબત થી લોકોને માહિતગાર કર્યા હતા, અને જણાવ્યું હતુ કે વર્તમાન સમયમાં રૂપિયા અને સમય બન્ને મૂલ્યવાન છે ત્યારે ઉચ્ચપ્રકારના, ગુણવત્તાયુક્ત શિક્ષકોની મદદથી ઘરે બેઠા શિક્ષણ મળવાથી વિદ્યાર્થિના રૂપિયા અને સમય બન્ને ખર્ચાતા બચે છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સમાજમાં વ્યાપેલા વ્યસનના દુષણને ડામવા તથા સ્વચ્છતા અંગે વિદ્યાર્થિ જાતે વિચારતો થાય તે અંગે શિક્ષકોએ સમાજમાં યોગદાન આપવાનું જણાવ્યું હતુ. ઉપરાંત વર્તમાન શિક્ષણમાં મનોરંજનની સાથે શિક્ષણ આપવાના અભિગમ તરફ આગળ વધવા જણાંવ્યું હતું તથા શિક્ષકોએ વિદ્યાર્થિઓને માત્ર શૈક્ષણિક બાબતો જ નહી પરંતુ સમાજીક જવાબદારી પ્રત્યેના પાઠ પણ શિખવવા પર પણ ભાર મુક્યો હતો. 
ઉલ્લેખનીય છે કે, નિર્માણ પામેલા આ “ગ્રંથ મંદિર” માં વાંચનાલય, ગ્રંથાલય ઉપરાંત  ધોરણ ૧ થી ૧૨ ના પાઠ્‌ય પુસ્તકોનું  વેચાણ પણ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં પાઠ્‌ય પુસ્તક મંડળના નિયામક એમ.આઈ.જોષી, સામાજિક કાર્યકર અમૃતભાઈ ગરીવાલા, સાબરમતિનાં ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, પાઠ્‌ય પુસ્તક મંડળના અધિકારીઓ અને કર્મચારીઓ તથા સ્થાનિક અગ્રણીઓ અને રહીશો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleવ્યાયામ જ્યોર્તિધર અંબુભાઇ પુરાણી એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો
Next articleમાણસા ન.પા.ના કર્મચારીઓ આજથી ત્રણ દિવસની હડતાળ પર