કેન્દ્રીય મંત્રી માંડવીયા ‘અકસ્માતથી બચો’ પુસ્તકથી પ્રભાવીત

990

ભાવનગર સરકીટ હાઉસ ખાતે ભાવનગર જિલ્લાની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા આવ્યા હોય આ સમયે ભાવનગરના જાણીતા ફોટોગ્રાફર અને ટ્રાફિક ટ્રેનર અજય જાડેજાએ અકસ્માતથી બચો નામનું પુસ્તક અર્પણ કર્યુ હતું. મંત્રીએ આ પહેલા રાજકોટ ખાતેના એક મેળામાં અજય જાડેજાનું ટ્રાફિક પ્રદર્શન પણ નિહાળ્યું હતું. મંત્રીએ ટ્રાફિકના કાર્ય માટે અજય જાડેજાને અભિનંદન પાઠવ્યા હતાં. આ પહેલા આનંદીબેન પટેલ, વિજયભાઈ રૂપાણી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અજય જાડેજાને પત્ર દ્વારા અભિનંદન પાઠવ્યા છે. અકસ્માતની ફોટોગ્રાફી, પ્રદર્શનો, સેમિનાર, ટ્રાફિકરથ વગેરે માટે અજય જાડેજાને લીમકા બુક જેવી ૭ બુકમાં સ્થાન મળ્યું છે.

Previous articleદામનગર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
Next articleજાફરાબાદ તાલુકા પંચાયત કચેરી ખાતે કારોબારી નવરચના અર્થે બેઠક યોજાઈ