બેકારીથી કંટાળી જઈ વરતેજના યુવાને ટ્રેન તળે પડતું મુકતા મોત

2827

ભાવનગર નજીકના વરતેજ ગામના યુવાને બેકારીથી કંટાળી જઈ ટ્રેન તળે પડતું મુકી આપઘાત વ્હોરી લીધો હતો. બનાવની જાણ થતા વરતેજ પોલીસ દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી હતી.

ભાવનગરના વરતેજ ગામે રહેતા ચેતનભાઈ મનસુખભાઈ મકવાણા ઉ.વ.ર૧ છેલ્લા ઘણા સમયથી કોઈ નોકરી-ધંધો કરતા ન હોય અને બેકારીથી કંટાળી ગયા હોય જેના કારણે ગત મોડીરાત્રે સુરેન્દ્રનગરથી ભાવનગર તરફ આવતી ટ્રેન નારી ગામ પાસે પહોંચતા ટ્રેન તળે પડતું મુકી આપઘાત વ્હોરી લીધો હતો. બનાવની જાણ થતા વરતેજ પોલીસ બનાવસ્થળે દોડી જઈ જરૂરી કેસ કાગળો કરી લાશને પી.એમ. અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleએબીપીએસએસ સંગઠનની ભાવનગર ખાતે મિટીંગ યોજાઈ
Next article૧ર ઓગષ્ટે ઉપરાષ્ટ્રપતિ ભાવનગરમાં