ઈંગ્લીશ દારૂના ગુનામાં વોન્ટેડ ડુંગર ગામનો શખ્સ ઝડપાયો

1061

ભાવનગર એલસીબી સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પો.કો. શકિતસિંહ ગોહિલ તથા મીનાઝભાઇ ગોરીને બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર જિલ્લાનાં અલંગ પો.સ્ટે. પ્રોહી. એકટ કલમઃ-૬૫ એ,ઇ, ૮૧,૧૧૬ બી,૯૮(ઘ) મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી શબ્બીર સુલેમાનભાઇ ગાહા રહે.ડુંગર તા.રાજુલા  જી.અમરેલીવાળા એકતા ટ્રાવેલ્સની લકઝરી બસ નંબર-ય્ત્ન-૦૫-૫૪૦૦ દિવથી દમણ ચલાવે છે.જે લકઝરી લઇને તે મોડી રાતે નારી ચોકડી આવવાનાં છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ વોચમાં રહેતાં ઉપરોકત લકઝરી બસમાં ચાલક શબ્બીર હુસૈન સુલેમાનભાઇ ગાહા ઉ.વ.૩૨ રહે.ડુંગર તા.રાજુલા  જી.અમરેલીવાળા મળી આવેલ.તેની પુછપરછ કરતાં ઉપરોકત ગુન્હામાં અટક કરવાનો બાકી હોવાનું જણાવેલ.જેથી તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને વરતેજ પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ. આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા એલ.સી.બી. સ્ટાફનાં મહિપાલસિંહ ગોહિલ, મીનાઝભાઇ ગોરી, શકિતસિંહ ગોહિલ, જયદિપસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Previous articleપાલીતાણામાંથી ઈંગ્લીશ દારૂ બિયર સાથે શખ્સ ઝડપાયો
Next articleચોરી કરેલ એકટીવા સાથે ભરતનગરનો શખ્સ ઝડપાયો