શહેરના ભરતનગર મેમણ કોલોની પાસે રહેતા શખ્સને એસઓજી ટીમે ચોરી કરેલ એકટીવા સ્કુટર સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એન.જી.જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ. હરેશભાઇ ઉલવા તથા પોલીસ કોન્સ. નીતીનભાઇ ખટાણાને મળેલ બાતમી આધારે ભરતનગર બાર નંબરના બસ સ્ટેશન પાસેથી આરોપી મહંમદ અઝહર યાસીનભાઇ શેખ ઉ.વ.૨૦ રહેવાસી મેમણ કોલોની પાછળ બે માળીયા મઢુલીની બાજુમાં ભાવનગરવાળાને નંબર વિનાના એકટીવા કિ.રૂ઼ ૨૫,૦૦૦/- સાથે ઝડપી પાડેલ એકટીવા એન્જીન ચેચીસ નંબર આધારે પોકેટ કોપ મોબાઇલ સોફટવેરની મદદથી ખરાઇ કરતા એકટીવાનો નંબર જીજે ૪ બીક્યુ ૮૪૧૫ નો હોવાનું જણાઇ આવેલ અને એકટીવા ભરતનગર વિસ્તારમાંથી ૨૦-૨૫ દિવસ પહેલા ચોરી થયેલ હતું જે બાબતે ભરતનગર પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીનો ગુન્હો રજીસ્ટર થયેલ છે. પકડાયેલ આરોપીને એકટીવા બાબતે પુછતા આ એકટીવા પોતે ભરતનગર શાકમાર્કેટ વિસ્તારમાંથી રાત્રીના સમયે ચોરે કરેલ હોવાનું કબુલાત આપેલ. જેથી તેના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી તેને ભરતનગર પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ.