ભાવનગરની ખૂબ જ જાણીતી ક્ષિતિજ આર્ટ સંસ્થા દ્વારા ભાવનગરમાં જે ઝાડ સુકાઈ ગયા છે એમના પર પાણી બચાવોના પેઇન્ટિંગ બનાવવામાં આવી રહ્યા છે હાલ ભાવનગર વાઘાવાડી રોડ ઉપર જે પણ ઝાડ સુકાઈ ગયા છે. તેના પર પાણી બચાવોના પેઇન્ટિંગ બનાવવામાં આવ્યા છે. આ કાર્યક્રમ માટે જેસીઆઈ સંસ્થા દ્વારા મદદ પણ મળેલ છે. આ કાર્યક્રમનું સંચાલન ભાવનગરના અજય ચૌહાણ કરી રહ્યા છે.