સિહોર શહેર માં ટ્રાફિક સમસ્યા તો હતી જે હજુ સોલ્વ નથી થઈ ત્યાં આખલા દ્વારા રોડ પર કબ્જા કરવામાં આવી રહયા છે ઠેર ઠેર આખલાઓ અડિંગાઓ જમાવી રોડ પર આવી જાય છે ત્યારે નિર્દોષ વાહન ચાલકો ઝપટે ચડી જાય છે અને અકસ્માત સર્જાય છે પાલિકા અને પોલીસ ના સહિયારા પુરુષાર્થ થી આ ઉકેલ આવે તેમ છે છતાં તંત્ર કેમ ચૂપ છે તેવી લોકો મા ચર્ચા છે પાલિકા પાસે ઢોર પકડવા માટૅ વાહન પણ ૨ વર્ષ પહેલા વસાવાયું છે છતાં આજસુધી રસ્તા પર ના ઢોર પકડવામાં આવતા નથી તો આ અંગે તાત્કાલિક યોગ્ય ઉકેલ આવે તે જરૂરી છે.