ડુંગર ગામે એસબીઆઈ બેંકના કથળેલ સેવાથી ગ્રાહકો ત્રાહિમામ

1617

રાજુલાના ડુંગર ગામે આવેલ એસબીઆઈ બેંકમાં છેલ્લા કેટલાંય સમયથી મેનેજર અને સ્ટાફની મનમાની અને મનસ્વી વર્તનથી અરજદારો તોબા પોકારી ઊઠ્યા છે. રાજુલા તાલુકાના ડુંગર ગામે આવેલ એસબીઆઈ શાખાની બેંકમાં મેનેજર અને સ્ટાફના મનસ્વી વર્તન અને ઘરની ધોરાજી ચાલતી હોય તેમ  મનમાની કરતા અહીંના તમામ ખાતેદારો તોબા પુકારી ઊઠ્યા છે અહીં આવેલ ૨૫થી પણ વધુ ગામોમાં માત્રને માત્ર એકજ એસબીઆઈની શાખા આવેલ છે તેમાં અહીં આવેલ વીસ જેટલી શાળાઓના વિધાર્થીઓ તેમજ ખેડૂત ખાતેદારો તેમજ વેપારી વર્ગ અને સામાન્ય લોકો પણ પોતાના ખાતા અહીં ધરાવે છે પરંતુ અહીં માત્ર ચાર થી પાંચ કર્મચારીઓથી ગાડું ગબડાવામાં આવે છે જેને લઈને ખાતેદારોને હાલાંકિનો સામનો કરવો પડી રહ્યો છે અહીં ખાતું ખોલવામાં પણ અનેક ધરમના ધક્કા ખાવા પડે છે અહીં ખાતા ધરવાતા લોકો પોતાની કમાણીની મૂડી બચાવીને ખાતામાં જમા તો કરાવે છે અહીં શાખા પણ સિક્યુરિટી ગાર્ડ વિહોણી છે જેને લઈને અહીં કઈ બનાવ બને તો લોકોની મૂડીનું રખોપું કોન અને કોના ભરોસે તેવા સવાલો ઉઠવા પામ્યા છે અહીં લોકો પોતાના દાગીના પર ગોલ્ડ લોન અને લોકરમાંથી લઈ જવા માટે અલગ ચેમ્બર હોવા છતાં  બેંક પરિસરમાં જ જાહેરમાં આપવામાં આવે છે અને તેનો લાભ પણ અસામાજિક તત્વો લઈને ભવિષ્યમાં લૂંટ  જેવા બનાવોને આમંત્રણ આપવા સમાન છે જે ગ્રાહકો સાથે અયોગ્ય છે અને જે પ્રમાણે ખાતા ધારકો પાસેથી જુદી જુદી રીતે ભાડું ટેક્ષ ઉઘરાવાય છે તેટલી સુવિધા તો આપતી નથી અને આનાથી વધુ દુવિધાનો સામનો કરવાનો વારો આવે છે ત્યારે આ અંગે યોગ્ય કરવા ખાતા ધારકો વતી અરજદાર એવા રફીકભાઈ આઈવા દ્વારા ઉચ્ચકક્ષાએ યોગ્ય કરવા રજુઆત કરી છે.

Previous articleઆર્થિક ધોરણે અનામત મળે તો પણ આંદોલન બંધ કરીશું : હાર્દિક પટેલ
Next articleવડાપ્રધાન મોદી ર૩મીએ ગુજરાતમાં