ધૂળ ઉડતા ખેડૂતોને થતા નુકશાન અંગે દુધાળાના ખેડૂતો દ્વારા હાઈવે ચક્કાજામ

1085
guj2102017-2.jpg

નાગેશ્રી-દુધાળા નેશનલ હાઈવે ૮-ઈ ખેડૂતોના પાકે થતા ધુળ ઉડી કરોડો રૂપિયાનો કપાસ બળી જવાના આરેથી ર૦૦ ખેડૂતોએ કર્યો રોડ ચક્કાજામ મામલતદાર ચૌહાણની મધ્યસ્થી તે આંદોલન શરતી રીતે મોકુફ રખાયુ. પોલીસના ધાડેધાડા ઉતર્યા હતા.નાગેશ્રી-દુધાળા નેશનલ હાઈવે આઠ-ઈ દુધાળા નાગેશ્રીના ર૦૦ જેટલા ખેડૂતોએ કર્યો ચક્કાજામ રોડની ધુડની ડમરીથી ર૦૦ ખેડૂતોને કરોડો રૂપિયાનો કપાસ બળીને ખાક થવાના આરે હોય આજે દુધાળા બસ સ્ટેશનેથી જ ખેડૂતો દ્વારા રોડ ચક્કાજામ કરતા પોલીસ જવાનોના ધાડેધાડા ઉતર્યા. જાફરાબાદ મામલતદાર ચૌહાણની મધ્યસ્થીથી નેશનલ હાઈવેના અધિકારીઓને બોલાવી ફરીવાર ગામ લોકોને પ્રાથમિક શાળાના પટાંગણમાં ખેડૂત આગેવાન દેવકુભાઈ વરૂ, માજી સરપંચ કેશુભાઈ વરૂ, કિશોરભાઈ વરૂ, હનુભાઈ ખુમાણ, જીતુભાઈ વરૂ નાગેશ્રી, ભરતભાઈ વરૂ, હાલના સરપંચ અજયભાઈ વરૂ, પીએસઆઈ વાલાણી, અમરૂભાઈ વરૂ, ફકીરાભાઈ વરૂની હાજરીમાં નેશનલ હાઈવેના અરવિંદકુમાર એનએચએઆઈ, મોદીજીના એનએચએઆઈ તેમજ એગ્રો ઈન્ફ્રાક્ટ્રક્ચર પ્રાઈવેટ કંપની જેને નવો રોડ ફોરટ્રેક બનાવવાનો કોન્ટ્રાક્ટ  અપાયો છે તેના ગૌતમ ગુપ્તા હાજર રહી ખેડૂતોનો પ્રાણપ્રશ્ન ઉકેલવા મથામણ શરૂ કરાઈ જેમાં એમ કહે છે અમો ધુડ ઉડતો રોડ ૭ કિ. મીટર છ મહિનામાં પૂર્ણ કરી આપશું. ખેડૂત આગેવાનો એમ કહે છે કે લેખીતમાં આપો અને કપાસ ફેલ થયો તેનું વળતર ચુકવો પણ મામલતદાર ચૌહાણ તા.૧પ-૧૦ સુધીમાં નેશનલ હાઈવેની મંજુરી મેળવી લેશે ગામ લોકોએ હાલ પુરતી આંદોલન મોકૂફ રાખી રસ્તો નહીં નિકળે તો ચૂંટણી મતદાનનો બહિષ્કાર કરવાની ચિમકી આપેલ છે.

Previous articleઅનુસૂચિત જાતિ-સફાઇ કામદાર લાભાર્થીઓને રૂ.૭૫ કરોડથી વધુના સાધન-ચેક સહાય અપાઇ
Next articleરાજુલાના કથીવદર ગામે ફ્રી નેત્ર નિદાન કેમ્પ યોજાયો