અભિનેત્રી રૂપાલી ગાંગુલીની કારનો પીછો કરી હુમલો કર્યો

1022

ટીવી કલાકાર રૂપાલી ગાંગુલી પર શનિવારે સવારે બાઇકર્સે હુમલો કર્યો હતો. આ ઘટના મુંબઈનાં વર્સોવામાં ભારત નગર જંક્શનની પાસે બની હતી. આ ઘટનામાં રૂપાલી ગાંગુલીને ગંભીર ઇજા થઇ છે. રૂપાલી ગાંગુલીની ફરિયાદનાં આધારે પોલીસે થોડાક કલાકમાં જ આરોપીઓની ધરપકડ કરી હતી. આ મામલે પોલીસ આરોપીઓની પુછપરછ કરી રહી છે.

જાણકારી પ્રમાણે ટીવી એક્ટર રૂપાલી ગાંગુલી મુંબઈનાં વર્સોવામાં પોતાના ૪ વર્ષનાં દીકરાને સ્કૂલે મુકવા જઇ રહી હતી. આ દરમિયાન ૨ યુવકો ત્યાં પહોંચ્યા અને તેમણે રૂપાલીની કાર રોકી હતી અને કોઇક વાત પર તેની સાથે ઝઘડો કરવા લાગ્યા. બંને યુવકોએ કારનાં કાચ તોડીને રૂપાલી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં રૂપાલીને ગંભીર ઇજા થઇ હતી. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે હુમલો કરવાનાં આરોપમાં ૨ વ્યક્તિઓની ધરપકડ કરી લીધી છે. પોલીસ આરોપીઓની પુછપરછ કરી રહી છે.

ગત દિવસોમાં ‘સારાભાઈ વર્સેઝ સારાભાઈ-૨’માં રૂપાલી ગાંગુલી જોવા મળી હતી. આ પહેલા અભિનેત્રી લાંબા સમય સુધી ટીવી શૉ અને ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

ટીવી કલાકાર રૂપાલી ગાંગુલી પર શનિવારે સવારે બાઇકર્સે હુમલો કર્યો હતો. આ ઘટના મુંબઈનાં વર્સોવામાં ભારત નગર જંક્શનની પાસે બની હતી. આ ઘટનામાં રૂપાલી ગાંગુલીને ગંભીર ઇજા થઇ છે.

Previous articleપાકિસ્તાન જવા માટે મને કોઈ આમંત્રણ નથી મળ્યું : આમિર ખાન
Next articleમાણસા શહેરમાં રખડતાં ૧૦૬ ઢોરને ડબ્બે પુરી દેવામાં આવ્યા