અપકમિંગ હૉરર-કૉમેડી ફિલ્મ ‘સ્ત્રી’નાં નિર્દેશક અમર કૌશિકે આ ફિલ્મની શૂટિંગનાં એક્સપીરિયન્સને શેર કરતા રૂવાંટા ઊભા કરી દે તેવો એક કિસ્સો કહ્યો હતો. નિર્દેશક અમર કૌશિકનું કહેવું છે કે શૂટિંગ દરમિયાન શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવે ઘણા અજીબ અનુભવોનો સામનો કરવો પડ્યો હતો. રાતનાં શૂટિંગ દરમિયાન મધ્યપ્રદેશનાં એક નાનકડા કસ્બા ચંદેરીમાં શૂટિંગ દરમિયાન ત્યાંનાં સ્થાનિક લોકોએ ટીમને ચેતવી હતી કે તેઓ રાતનાં આ રસ્તા પર શૂટિંગ ના કરે, પરંતુ ટીમે તેમનું સાંભળ્યું નહી અને રાતમાં શૂટિંગ ચાલુ રાખી.
ત્યારે શૂટિંગ દરમિયાન ઘણા અજીબ અનુભવો થયા હતા. જેમ કે પહેલા તો કેમેરાનું ફૉકસ પુલર યોગ્ય રીતે કામ નહતુ કરી રહ્યું. ત્યારબાદ વીજળી આવે-જાય તેમ થઇ રહ્યું હતુ જેના કારણે તેનો બલ્બ પણ બરાબર કામ કરી રહ્યો નહતો. ડાયરેક્ટરે કહ્યું, “અમારી શૂટિંગનાં એક દિવસ પહેલા કેટલાક સ્થાનીય લોકો મારી પાસે આવ્યા અને કહ્યું કે અમે જે રસ્તા પર શૂટિંગ કરી રહ્યા છીએ તે હૉન્ટેડ છે અને ત્યાં કોઈ જ જતુ નથી.” ગામનાં લોકોનું આમ કહેવા છતા ફિલ્મ મેકર્સે શૂટિંગ ચાલુ રાખ્યું હતુ.
આ ફિલ્મમાં રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર સિવાય પંકજ ત્રિપાઠી પણ મહત્વનાં પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મ ૩૧ ઑગષ્ટનાં રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન અમર કૌશિક કરી રહ્યા છે. ફિલ્મ સત્ય ઘટના પર આધારિત ગણાવવામાં આવી રહી છે.