કાર્ટન સ્કવેરના બીજા માળેથી આધેડની મોતની છલાંગ

3273

શહેરના કાળુભારોડ ઉપર સુર્યદીપ કોમ્પ્લેક્ષની સામે આવેલ કાર્ટન સ્કેવરના કોમ્પલેક્ષના બીજા માળેથી આજે બપોરના સમયે આશરે ૪પ થી પ૦ વર્ષની ઉમરના આધેડે નીચે જંપ લાવતા માથાના ભાગે ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ તેનુ મોત થયું હતું. બનાવ બનતાની સાથેજ લોકોના ટોળા એક્ઠા થયા હતા અને ૧૦૮ પણ ઘટના સ્થળે દોડી આવેલે તેમણે વાદળી કલર નો શર્ટ તથા બ્લુ કલર નુ પેન્ટ પેહરેલ છે. તેના ખીસ્સામાંથી ગર્વમેન્ટ ઓફ ઈન્ડીયા પોસ્ટઓફિસનું આઈ-કાર્ડ મળીઆવેલ જેમાં ઈકબાલભાઈ બી સોલંકી નામ હોવાનું લખેલ છે.

Previous articleગુજરાતમાં ગોઝારા અકસ્માતોમાં ૧૦ના મોત, ૪૨ ઘાયલ
Next articleખુબ સુરત કેટ વિન્સલેટની પાસે હાલમાં ત્રણ ફિલ્મ છે