પરેશ રાવલને શોધી લાવનારને ર૧ હજાર ઈનામ

1389

અમદાવાદ પુર્વના લોકસભાના સાંસદ પરેશ રાવલ ગુમ થયાના પોસ્ટર લાગતાં શહેરમાં કુતુહલ સર્જાયું છે. અમદાવાદ પુર્વ ખાતેના સાંસદ ગુમ થયા છે  અને તેને શોધીને પ્રજા વચ્ચે પકડી લાવનારને ૨૧ હજાર રૂપિયાનું ઇનામ આપવામા આવશે એવી જાહેરાત કરી છે. આ જાહેરાત અમદાવાદ શહેર યુથ કોંગ્રેસ દ્વારા પોસ્ટર લગાડીને કરાઈ છે. અમદાવાદ શહેર યુથ કાંગ્રેસ પ્રમુખ ભુમન ભટ્ટે જણાવ્યું કે અમદાવાદ પૂર્વ લોકસભાના સંસદ પરેશ રાવલ ચૂંટાઈને ગયા પછી પાછા આવ્યા નથી અમદાવાદમાં આવે તો પણ તેમના કામથી અને તેમના નેતાને ખુશ કરવા આવે છે અને પ્રજાના કાર્ય કરવા ક્યારેય તેઓ તેમના વિસ્તારમાં આવ્યા નથી. પ્રજા ચાર વર્ષથી એની રાહ જોઈ રહી છે જેમને જંગી મતો આપીને વિજેતા બનાવ્યા છે.  કોંગ્રેસના આરોપ પ્રમાણે પ્રજા તેમની રાહ જુએ છે અને ખોવાયેલા સંસદને તેમના વિસ્તારમાં લાવવા અમે ઝુંબેશ ચલાવી છે. પરેશ રાવલને હવે આ વિસ્તારમાં લાવનારને યુથ કોંગ્રેસ ૨૧ હજારનું ઇનામ આપશે.

Previous articleશહેરના સેવાભાવી યુવાનોએ અનોખી રીતે ઉજવ્યો “ફ્રેન્ડશીપ ડે”
Next articleવાહનો અને ટેબલ પર ફરી એકવાર રોડસાઈડ દબાણ પુનઃ શરૂ