નાગેશ્રી આસપાસના ગામો સહિત ઉપરવાસ રાયડી ડેમ ઓવર ફલો થતા પાણી છોડાયુ તેમજ અતિવૃષ્ટિથી થયેલ પાક ધોવાણ અને જમીન ધોવાણની માજી ધારાસભ્ય વરૂને રાવ નાગેશ્રી આસપાસના મીઠાપુર ધોળાદ્રી, દુધાળા, નવી જુની જીકાદ્રી, હેમાળ ખાસસા, કંથારીયા, કોળી કેથારીયા બાલાની વાવ, ભટવદર, સરોવડા, કાગવદર, ભટવદર જે દરીયાઈ ખારાશ વાળો વિસ્તાર હોય તે સમસ્ત વિસ્તારમાં મોસમનો કુલ એક સાથે ૩૬-૩૭ ઈંચ વરસાદ ખાબકતા છેક સોખડા ઘેસપુર સાકરીયા, વઢેરા, બલાણા રોહીસાથી ધારાબંદર સુધીના ગામો પાણીમાં ગરકાવ થયેલ અને તે તમામ ખેડુતનો પાક અને જમીનમા બે બે ફુટના ખાડા પાડી દરીયા ભેગો પાક સહિત કરી દીધેલ તેમજ નાગેશ્રીની નદી ઉપર રાયડી ડેમ ઓવરફલો થતા ેતના દરવેજે ખોલતા ડબલ પાણીમા માર નાગશ્રી મીઠાપુર ધોળાદ્રીના ખેડુતો સાવ પાયમાલ થયાથી સર્વે ખેડુતો તેના અવાજ રાજ્ય સરકારમા પહોચાડવા માજી ધારાસભ્ય પ્રતાપભાઈ વરૂ પાસે જઈ રજુઆત કરી અને જે બાબતો જીલ્લામાંથી જમીન સર્વેની કામગીરી તાલુકાભરમાં થઈ રહી છે તેમા તંત્રના ઠાગા ઠૈયા થાય છે તે બાબતે પ્રતાપભાઈએ ઉચ્ચ લેવલે ખેડુતોને ન્યાય મળવા બાબત રજુઆત કરી છે.