રાજુલાના કુંડલીયાળા ગામે જીકરે જશ્ને શહિદે આઝમ નિમિત્તે પ્રોગ્રામ યોજાયો

1188
guj2102017-4.jpg

રાજુલાના ડુંગર નજીક આવેલ કુંડલીયાળા ગામે દર વર્ષની જેમ આ વખતે પણ ઝીકરે જશ્ને શહિદે આઝમનો શાનદાર પ્રોગ્રામ યોજવામાં આવ્યો.
કરબલા ૭ર શહિદોની યાદમાં ઉજવાતા મહોરમ ઉલ હરમના ૧૦ દિવસના તકરીર વાયેઝ આમ નિયાજ બાદ દર વર્ષની માફક આ વર્ષે પણ શાનદાર આયોજન મીન જાનિબ દાઉદબાપુ, કરીમબાપુ, યુનુસબાપુ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં સરકાર દાદાબાપુ અને પીરબાપુની દુવાઓથી ભાવનગરના મશહુર મુકરીર મુુફ્તિ કેઝી સાહેબ, દારૂલ ઉલુમ નુરે મહમદીએ પોતાની નુરાની જબાનથી હઝરત ઈમામ હુસેન અને ઈમામ હસનની દાસ્તા બયાન કરાઈ હતી અને મહુવાનું એફએમ ગ્રુપ પણ ઉપસ્થિત રહીને નાત શરીફ પઢી હતી. આ તકે પીર નીસારહુસેનબાપુ ડુંગર, ઈકબાલબાપુ ડુંગર, લતિફબાપુ તથા રાજુલા મહુવા સાવરકુંડલા પંથકના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. આ તકે આમ નિયાઝ પણ તકસીમ કરાઈ હતી.

Previous articleરાજુલા નગરપાલિકાના કર્મીઓ હડતાલમાં જોડાયા
Next articleપાલીતાણા વીજ કચેરી સામે બુઢણાના ખેડૂતોનો હલ્લાબોલ