રાજુલાની સરકારી આદર્શ નિવાસી  છાત્રાલયનાં ખોરાકમાં ઈયળો મળી

825

ડુંગર રોડ ઉપર સરકારી કુમાર છાત્રાલય અને આદર્શ નિવાસી છાત્રાલયની રાજુલા એન.એસ.યુ.આઈ દ્વારા ઓચિંતી મુલાકાત લેતા પીવાના પાણીનું ફિલ્ટર છેલ્લા ઘણા સમયથી બંધ હોવાનું જાણવા મળેલ અને બંધ ફિલ્ટરને કારણે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ ટાંકાનું પાણી બાથરૂમના નળમાંથી પીવા મજબુર બન્યા છે. અને છાત્રાલયના રસોડામાં તપાસ કરતા બગડેલા ઈળુ વાળા શાકભાજી જોવા મળ્યા અને અગાઉ ઘણીવાર શાંકમા પણ ઈળુ નીકળેલ જેની વિદ્યાથીઓ દ્વારા સંચાલકને જાણ કરતા સંચાલક દ્વારા ઉદ્ધતાઈથી એવુ કહેવામાં આવ્યું કે તમે છાત્રાલયમાં ભણવા આવો છો નહી કે સારૂ જમવા તો તંત્ર દ્વારા આવા ગેરજવાબદાર સરકારી બાબુઓને ઘરભેગા કરવા જરૂરી છે. અને વિદ્યાર્થીઓના રૂમના દરવાજા તુટેલા છે. અને અમુક રૂમમાં દરવાજા છે જ નહી.

અને છાત્રાલયમાં ગંદકીના થર જામ્યા છે અને છાત્રાલયમાં એટલી દુર્ગધ આવે છે કે અંદર ઉભુ રહેવુ પણ મુશ્કેલ છે. અને વિદ્યાર્થીઓની રૂમમાં દરવાજાના અભાવે રખડતા કુતરા એમના પલંગ પર સુતા જોવા મળે છે અને છાત્રાલય રખડતા કુતરાઓનો અડ્ડો બની ગયો છે. અને વિદ્યાર્થીઓનું બહાર આવા જાવાનું રજીસ્ટર પણ પાળવામાં આવતુ નથી જો આ બધી સમસ્યાનું તંત્ર દ્વારા ટુંક સમયમાં કોઈ ઉકેલ લાવવામાં આવશે નહી તો એન.એસ.યુ.આઈ દ્વારા વિદ્યાર્થીઓના હિત માટે આગામી સમયમાં ઉગ્ર વિરોધ કરી આંદોલન કરવામાં આવશે અને તેની બધી જવાબદારી સરકારી તંત્રની રહેશે. આ ઓચિતી મુલાકાતમાં અમરેલી જિલ્લા એન.એસ.યુ.આઈના મહામંત્રી રોહન ગોસ્વામી, રાજુલા નગરપાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન રાહુલભાઈ ધાખડા, સૌરાષ્ટ્ર ઝોન એન.એસ.યુ.આઈના પ્રવકતા યોગેશ ગોસ્વામી, રાજુલા તાલુકા એન.એસ.યુ.આઈ પ્રમુખ કરણ કોટડીયા, શહેર પ્રમુખ રવિરાજભાઈ ધાખડા, ઉપપ્રમુખ રમેશ લાખણોત્રા, સોલકી જોડાયા હતા અને વિદ્યાર્થીઓની સમસ્યાઓ સાંભળી અને રૂબરૂ જોઈને વિદ્યાર્થીઓને સાથે રાખી જોરદાર લડત આપીશું એવી ખાતરી આપી હતી.

Previous articleઢસા કેન્દ્રવર્તી શાળામાં વિવિધ કાર્યક્રમો યોજાયા
Next articleમગફળી કૌભાંડમાં આખી દાળ જ કાળી છે : ધાનાણી