રાજ્યની મહિલાઓ હવે સુરક્ષિત, ૧૮૧ અભયમ્‌ એપમાં પેનિક બટન દબાવતા જ કંટ્રોલ રૂમને થશે જાણ

1235

મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતની મહિલાઓ માટે ઝડપીથી મદદ મળે એવા હેતુંથી ૧૮૧ અભયમની મોબાઈલ એપનું લોન્ચિંગ કર્યું છે. રાજ્યમાં ક્યાંય પણ કોઇ પણ મુસીબતમાં મહિલાઓને ગણતરીની પળોમાં જ મદદ પુરી પાડવામાં આ એપ્લિકેશન સહાયક બનશે. રાજ્ય સરકારના મહિલા બાળ કલ્યાણ વિભાગ અને ગૃહ વિભાગ તેમજ મહિલા આયોગ દ્વારા ૧૮૧ અભયમ મોબાઈલ એપ જી વી કે ઈ એમ આર આઈ ના સહયોગથી વિકસાવવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મહિલા બાળ કલ્યાણ મંત્રી વિભાવરીબહેન દવે તેમજ વરિષ્ઠ અધિકારીઓ આ લોન્ચિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. વિજયભાઈ રૂપાણીએ આ સેવાઓ નો વ્યાપ વિસ્તારીને જરૂરતમંદ બહેનોને તાત્કાલિક મદદ સેવા મળે તેની તાકીદ કરી હતી. આ એપ સ્માર્ટ ફોનમાં ગૂગલ પ્લેસ્ટોરમાંથી તેમજ એપલ આઇ ઓ એસ પરથી ડાઉનલોડ કરી શકાય છે.

સ્માર્ટ ફોનમાં રહેલી ૧૮૧ એપમાં પેનિક બટન દબાવતા હેલ્પલાઇનની મદદ મેળવી શકાશે. એપમાં ૧૮૧ બટન દબાવતાની સાથે મુશ્કેલી સ્થિતીમાં રહેલ મહિલાના પાંચ જેટલા સગાસબંધી કે મિત્રોને ઓટોમેટિક જી.સ્.જી થી સંદેશ મળી જશે. ૧૮૧ એપ વેબસાઇટ તેમજ ગુગલ પ્લેસ્ટોર તેમજ એપસ્ટોર ર્ ૈંંજી પર ઉપલબ્ધ રહેશે. મોબાઇલ જોરથી હલાવતા પણ કોલ થઇ શકશે જેથી કટોકટીના સમયમાં ફોન કર્યા વગર મદદ મળી શકે. મોબાઇલ એપ્લીકેશન મારફતે ઘટના સ્થળેથી મહિલા કોલ કરે તો કોલ કરનારનું ચોક્કસ સ્થળ હેલ્પલાઇનના રીસ્પોન્સ સેન્ટર ખાતે તુરંત જ ગુગલના નકશામાં લેટ લોંગ (“ન્ટ્ઠં-ર્ન્હખ્તજ”) સાથે મળી જશે, જેથી ટેલીફોન કાઉન્સીલર દ્વારા ઘટના સ્થળ વગેરેની માહિતી મેળવવાના સમયનો બચાવ થશે અને જરૂરીયાત મુજબ બચાવ કામગીરી શરૂ થશ. આ માહિતીને આધારે નજીકની યોગ્ય હેલ્પલાઇન રેસ્કયુવાન કે પોલીસ સ્ટેશનને જાણ કરવાનો નિર્ણય કરવામાં મદદરૂપ બનશે તેમજ એપ્લીકેશન થકી મહિલાના મળેલા લોકેશન સાથેની માહિતી તેમના સગા વ્હાલાને ત્વરીત મોકલી શકાશે જેથી મહીલાને શોધવાના સમયનો બચાવ થશે. મહિલા ઘટના સ્થળના ફોટો અને વીડિયો એપ્લીકેશન દ્વારા અપલોડ કરીને પુરાવા તરીકે હેલ્પલાઇનના સેન્ટરમાં મોકલી શકશે.

Previous articleહવે સામૂહિક વિકાસ કામની યાદીમાં કરી દેવાયેલ સુધારો
Next articleરાજ્યના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પૂરતી સ્કોલરશીપ મળશે