આજરોજ પાલીતાણા ડીવીઝન ઓફિસ સામે પાલીતાણા તાલુકાના બુઢણા ગામના ખેડૂતો દ્વારા હલ્લાબોલ કરાયો હતો. આ ખેડૂતોની માંગ એવી હતી કે પાલીતાણા રૂરલમાં આવતા બુઢણા ગામમાં છેલ્લા આઠ દિવસથી ખેડૂતોને વિજ પુરવઠો મળતો નથી. કાંઈકના કાંઈક કારણે વિજ પુરવઠો બંધ કરીને ખેડૂતોને બાનમાં લે છે ત્યારે આજે સવારના ૧૧-૩૦ કલાકે, પાલીતાણા ડીવીઝન ઓફિસ ખાતે ૧૦૦ જેટલા ખેડૂતો ભેગા થઈ પીજીવીસીએલના ગેટ સામે બેસીને હલ્લાબોલ કર્યો હતો. આની જાણ થતા પાલીતાણા રૂરલના પીએસઆઈ જયેશ પરમાર સહિતનો પોલીસ કાફલો પીજીવીસીએલ કચેરી જઈ લોકોને સમભાવી ટ્રાફિક કર કર્યુ હતું. જ્યારે ડે. એન્જી. એચ.ટી. વાંગલ ન મળતા લોકોના હલ્લાબોલ કર્યો હતો. જ્યારે લોકોએ હાજર રહેવા અધિકારી સાથે વાતચીત કરી પ્રશ્નનો નિકાલ થાય તેવી રજૂઆત કરેલ.
ખેડૂતો લાઈન ફોલ્ટમાં જાય તેવું કાર્ય કરે છે : ડે.એન્જી.
પાલીતાણા વીજ કચેરીના ડે. એન્જી. એચ.ટી. વાંગલે સાથે ‘લોકસંસાર’ના પ્રતિનિધિએ કરેલી ટેલીફોનિક વાતચીતમાં બુઢણા ખેડૂતો દ્વારા પોતાના ડીયા ક્રોસ કરીને લાઈન ફોલ્ટમાં જાય તેવું કાર્ય કરે છે. જેના કારણે વીજ પુરવઠો ખોરવાઈ જાય પરંતુ હવે તેની તપાસ કરીને પોલીસ કાર્યવાહી કરવામાં આવશે અને દરેકનો વીજ પ્રશ્ન હલ કરવામાં આવશે તેમ જણાવેલ.