કાળી રીબીન સાથે એસ.ટી. કર્મીઓનું આંદોલન

1320

ભાવનગર એસ.ટી. ડીવીઝનના કર્મચારીઓ દ્વારા ૭મું પગારપંચ આપવા, ખાનગીકરણ અટકાવવા સહિત અન્ય પ્રશ્નોના તાકીદે ઉકેલની માંગ સાથે બ્લેક પટ્ટી ધારણ કરી આંદોલનનો આરંભ કર્યો છે.

રાજ્યમાં એસ.ટી. ડીવીઝનમાં ફરજ બજાવતા હજારો કર્મચારીઓ દ્વારા તેમને મળવાપાત્ર હક્ક હીસ્સાઓ સંદર્ભે રાજ્ય સરકારને અવાર-નવાર રજૂઆતો કરવા છતા સરકારે આ બાબતે યોગ્ય ન્યાય ન કર્યો હોય આખરે રાજ્યભરના કર્મચારીઓ દ્વારા આંદોલન પર ઉતરવાનો નિર્ણય કર્યો છે જે અન્વયે ભાવનગર એસ.ટી. ડીવીઝનના કર્મચારીઓએ ફરજ દરમ્યાન કાળી પટ્ટી ધારણ કરી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે તેવી ચિમકી કર્મચારીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

Previous articleવેરા પેટે ૩૧૧ આસામીઓની મિલ્કતોને સીલ કરાતા ફફડાટ
Next articleશહેરના શાકમાર્કેટમાંથી તમામ લારી ગલ્લા હટાવતી સીટી ટ્રાફીક પોલીસ