ભાવનગર મહાનગર પાલીકા બાકી ઘરવેરા વિભાગ દ્વારા ૩૧૧ જેટલી મિલ્કત ધારકોને વસુલાત માટે નોટીસો વિગેરે પ્રક્રિયાઓ પછી સીલો મારી દેવામાં આવ્યા છે. આઠ દિવસમાં ગામમાં તંત્ર એકાદ કરોડ જેવી રકમ મેળવીને આમ વેરા વસુલાત માટે તંત્ર દ્વારા લેવાય રહેલા કડકાઈ ભર્યા પગલા ખરેખર અભિનંદન પાત્ર બને છે. સ્ટેન્ડીગ કમિટીના જાગૃત ચેરમેન યુવરાજસિંહ ગોહિલે આજે સેવા સદન ખાતે પત્રકારો જોડે ટુંકી વાતચીત કરતા જણાવ્યુ હતુ.
યુવરાજસિંહે વધુમાં જણાવ્યું કે, વર્ષો જુની બાકી મિલ્કતોની વસુલાતો માટે તંત્ર દ્વારા ચલાવાય રહેલી ઝુબેંશ સેવા સદન માટે આવકાર દાયક ગણાવી આ ઝુબેંશને હજી વધુ કડક બનાવવા તેમણે તંત્રને તાકિદ કરી છે. યુવરાજસિંહ કહ્યુ કે ૩૧૧ આસામીઓની મિલ્કતોને તંત્રે સીલ માર્યા તેમાંથી ર૧૧ મિલ્કત ધારકોએ બાકી વસુલાતો આપી છે તેમણે કોર્પોરેશનની આર્થિક સ્થિતીમાં સુધારો લાવવા કમિશ્નર અને ઘરવેરા ટીમો દ્વારા કરેલી કામગીરી આવકાર દાયક ગણાવી છે.