શહેરના શાકમાર્કેટમાંથી તમામ લારી ગલ્લા હટાવતી સીટી ટ્રાફીક પોલીસ

2626

ભાવનગર મહાપાલિકા દ્વારા છેલ્લા પાંચ દિવસથી શહેરમાં દબાણ હટાવવાની કામગીરી કરાઈ રહી છે ત્યારે આજે શહેર ટ્રાફીક પોલીસને પણ ચાનક ચડ્યું હતું અને હેવમોર ચોકથી લઈને શાકમાર્કેટ, લોઢાવાળા હોસ્પિટલ થઈને રસ્તા પરની તમામ શાકભાજીની લારી-ગલ્લા હટાવી રસ્તો કલીયર કરાયો હતો.શહેર ટ્રાફીક વિભાગના પી.આઈ. વારોતરીયા સહિત સ્ટાફ આજે સવારે શાકમાર્કેટ ખાતે પહોંચ્યો હતો જ્યાં રહેલી ૩૦૦ જેટલી શાકભાજીની લારીઓ હટાવી હતી. જ્યારે કાયમી પડી રહેતા લારી-ગલ્લાઓ ડીટેઈન કર્યા હતા. આ ઉપરાંત આડેધડ મુકવામાં આવેલા વાહનો પણ ડીટેઈન કર્યા હતા અને હજારો રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.ટ્રાફીક પોલીસની આ કામગીરીથી લારી-ગલ્લા ધારકોમાં રોષ ફેલાયો છે. જ્યારે એસોસીએશનના પ્રમુખ કમલેશ ચંદાણીએ આવતીકાલે તમામ વેપારીઓને સાથે રાખીને કમિશ્નર સમક્ષ રજૂઆત કરવામાં આવશે તેમ જણાવેલ.

Previous articleકાળી રીબીન સાથે એસ.ટી. કર્મીઓનું આંદોલન
Next articleગેરકાયદે દબાણ હટાવ કામગીરી યથાવત