અમરેલી જિલ્લાનાં લીલીયા તાલુકાનાં હાથીગઢ ગામે રહેતા પોસ્ટ કર્મચારીએ કાળુભા રોડ પર આવેલ કાર્ટન સ્કેવર બિલ્ડીંગનાં ચોથા માળેથી છલંગા લગાવતાં મોત નીપજ્યુ હતું. બનાવ બનતાં લોકોના ટોળા ઉમટી પડ્યાહ તા અને ૧૦૮ એવા તેમજ નીલમબાગ પોલીસ મથકનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો.
બનાવની મળતી વિગત મુજબ અમરેલી ડીવીઝન પોસ્ટ વિભાગમાં ફરજ બજાવતાં ઈકબાલભાઈ ભાયાભાઈ સોલંકી ઉ.૪૬ છેલ્લા ૧૦ વર્ષથી માનસીક બિમારીની ભાવનગરના ડો. કમલેશભાઈ શાહ પાસેથી દવા લેતા હોય આજરોજ બપોરના સમયે ઈકબાલભાઈ સોલંકી કાળુભા રોડ પર આવેલ કાર્ટન સ્કેવરના ડો. કમલેશભાઈ શાહને ત્યાં વિઝીટ માટે આવ્યાં હતા ત્યારે માનસિક બીમારીથી કંટાળી જઈ બિલ્ડીંગનાં ચોથા માળેથી મોતની છલાંગ લગાવી હતી બનાવની જાણ થતાં નિલમબાગ પોલીસ સ્ટાફ દોડી જઈ જરૂરી કેસ કાગળો કરી મૃતદહેને પી.એમ. અર્થે ખસેડાયો હતો.