ઘોઘા તાલુકાના ૧ર ગામના ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા ઈચ્છામૃત્યુની માંગ

1428

ભાવનગર-ઘોઘા તાલુકાના ૧ર ગામોના ખેડૂતો જમીન સંપાદન મુદ્દે થઈ રહેલ અન્યાય મુદ્દે ખેડૂત સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ઈચ્છામૃત્યુની માંગ કરતું આવેદન રાષ્ટ્રપતિને પાઠવ્યું છે.

ઘોઘા તાલુકાના ૧ર ગામોના ખેડૂતો રચીત ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા છેલ્લા પાંચ માસથી ખાનગી કંપની અને રાજ્ય સરકાર સામે આંદોલન ચલાવી રહી છે. આ મુદ્દે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય કે જમીન સંપાદન બાબતે નિર્ણય લેવામાં ન આવતા થોડા સમય પૂર્વે રાષ્ટ્રપતિને ઈચ્છામૃત્યુની માંગ પર મંજુરી આપવા પત્ર પાઠવ્યો હતો જેનો પ્રત્યુત્તર આપવા સાથે જમીનનો રી-સર્વે દિવસ ૩૦માં આપવાની માંગ સાથે વધુ એક આવેદનપત્ર રાષ્ટ્રપતિને સંબોધી જિલ્લા કલેક્ટરને પાઠવ્યું છે અન્યથા ઉગ્ર આંદોલનની ચેતવણી પણ આપી છે.

Previous articleકાચા કામના કેદીએ જિલ્લાં જેલમાં ટીકડા ખાઈ લેતા ગંભીર
Next articleબાયો મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરાતો નથી : તંત્રનું મૌન