શિશુવિહાર બાલમંદિરનો સત્રાંત ઉત્સવ

601
bvn12102017-5.jpg

મોંઘીબેન બધેકા શિશુવિહાર બાલમંદિરનો સત્રાંત કાર્યક્રમ સંસ્થા રંગમંચ ઉપર યોજાયો હતો. જેમાં બાલમંદિરના બાળકો દ્વારા ૮ સાંસ્કૃતિક પ્રસ્તુતિ કરવા ઉપરાંત બાળકોને ઘરેથી લાવવા-લઈ જવાની વ્યવસ્થા કરનાર રીક્ષા ચાલકોનું સન્માન કરવામાં આવેલ. જેમાં બાળ કેળવણીકાર પ્રફુલ્લાબેન ગોરડીયા તથા જીણારામભાઈ દાણીધારીયાની વિશેષ ઉપસ્થિતિમાં ૭૦મા અનુભવ તાલીમવર્ગની ૬ તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર અને પ્રત્યેકને રૂપિયા ૬૦૦૦ સ્કોલરશીપ એનાયત કરવામાં આવેલ.

Previous articleઅમદાવાદની પ્રથમ ‘રૂમેથોન’ માં આર્થરાઈટીસ અંગે જાગૃતિ પ્રસારવાના શપથ લેવાશે
Next articleમાઢીયા નજીક બે ટ્રકનો સામસામી અકસ્માત