સામાન્ય રીતે ચૂંટાયા બાદ મતવિસ્તારને ભુલી જતા નેતાઓને બદલે સી. જે. ચાવડાએ ચૂંટણીમાં આપેલ વચન મુજબ સેકટરોના પ્રશ્નો સાંભળવાનું શરૂ કર્યું છે. જેમાં સેકટર – ૩ ન્યુના વસાહતીઓની સાથે એક બેઠક કરી તેમના પ્રશ્નો ઉકેલવાની ખાતરી તેમણે આપી હતી. સેકટર – ૩ ન્યુ ના પ્રશ્નોમાં મુખ્ય વર્ષોથી સરકારી દવાખાનું બંધ પડેલ છે, સેકટરની આજુબાજુ અસમાજીક તત્વો તેમજ ઝુપડપટ્ટી વધતા ન્યુસન્સ ઉભુ થયું છે, આરટીઓને કારણે વાહન વ્યવહાર વધતાં અકસ્માતનો ભય ઉભો થયો છે અને વર્ષોથી ડ્રેનેજ લાઈનના પ્રશ્નોની વારંવાર રજુઆત કરવા છતાં તંત્ર સાંભળતું નથી. આંગણવાડી નથી જેવા પ્રશ્નોને ધારાસભ્યએ સાંભળી ઉકેલવાની ખાતરી આપી હતી. તેવું સેકટર – ૩ ન્યું ના પ્રમુખ જયેશભાઈ આગજાએ જણાવ્યું હતું.