ભાવનગર-અમદાવાદ હાઈવે પર બપોરના સમયે માઢીયા ગામ નજીક બે ટ્રકનો સામસામી ધડકાભેર અકસ્માત સર્જાયો હતો. જો કે સદનસીબે કોઈ જાનહાની થવા પામી નહીં. જેમાં ટ્રકના ડ્રાઈવર કુલદિપસિંહ ઘનશ્યામ ગોહિલ ઉ.વ.ર૬ રે.મીલેટ્રી સોસા. પટેલનગરવાળાને ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. જ્યારે બીજા ટ્રકના ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ થવા પામી હતી.