જીલ્લા પોલીસ અધિક્ષક પી.એલ.માલે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇ.ચા. પોલીસ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓ,પેરોલ જમ્પ કરેલા આરોપીઓને પકડી પાડવા અંગેની સુચના આપેલ.જે સુચના મુજબ એલ.સી.બી.ની ટીમ આજરોજ ભાવનગર સીટી વિસ્તારમાં નાસતાં-ફરતાં આરોપીઓ,પેરોલ જમ્પ કરેલા આરોપીઓને પકડી પાડવા અંગે પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન હેડ કોન્સ. રાકેશભાઇ ગોહેલ તથા ચંદ્દસિંહ વાળાને બાતમીરાહે હકિકત મળેલ કે,ભાવનગર જિલ્લાનાં તળાજા પો.સ્ટે.ના કલમ-૩૭૬ ડી વિગેરે ગુન્હાનાં કામે ભાવનગર જિલ્લા જેલમાં કાચા કામનાં કેદી તરીકે રહેલ ફરારી કેદી અશ્વિન મંગાભાઇ ચકાણી રહે.નવા બે માળીયા, ભરતનગર,ભાવનગરવાળા તેનાં ઘરે હાજર છે.જેથી તેનાં ઘરે જઇ તપાસ કરતાં ફરારી કેદી અશ્વિન મંગાભાઇ ચકાણી ઉ.વ.૨૨ રહે.બ્લોક નં.૨૨૨ હાજર મળી આવેલ. જેથી તેનાં વિરૂધ્ધ કાર્યવાહી કરી તેને ભાવનગર જિલ્લા જેલ ખાતે સોંપી આપવામાં આવેલ છે. આ ફરારી કેદી ગુજરાત હાઇકોર્ટનાં હુકમ અને શરતોને આધિન તા.૨૭/૦૯/૨૦૧૭ થી તા.૦૩/૧૦/૨૦૧૭ સુધી વચગાળાનાં જામીન ઉપર છુટેલ હતો. તેને તા.૦૩/૧૦/૨૦૧૭ પહેલાં ભાવનગર જિલ્લા જેલમાં હાજર થવાનું હોવા છતાં પોતે હાજર થયેલ નહિ.અને ફરાર થઇ ગયેલ. જેથી ભાવનગર, એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડે તેને ઝડપી ભાવનગર જિલ્લા જેલ ખાતે સોંપી આપેલ છે.
આ સમગ્ર કામગીરીમાં એન.જી.જાડેજા, ઈન્ચાર્જ પો.ઇન્સ., એલ.સી.બી., ભાવનગરનાંઓનાં માર્ગદર્શન હેઠળ સ્ટાફનાં રાકેશભાઇ ગોહેલ, હર્ષદભાઇ ગોહેલ, હરગોવિંદભાઇ બારૈયા, ભીખુભાઇ બુકેરા, ચંદ્દસિંહ વાળા, વિઠ્ઠલભાઇ બારૈયા, ભયપાલસિંહ ચુડાસમા સહિતનાં સ્ટાફનાં માણસો જોડાયા હતાં.
Home Uncategorized બળાત્કારનાં ગુન્હામાં કાચા કામનાં કેદી તરીકે જેલમાં રહેલ કેદીને ઝડપી લેતી એલ.સી.બી.