બોલિવુડની ખુબસુરત સ્ટાર અભિનેત્રી વાણી કપુર હાલમાં બે મોટા બજેટવાળી ફિલ્મ ધરાવે છે. જે પૈકી એક શમશેરા છે જેમાં તેની સાથે રણબીર કપુર અને બીજી ફિલ્મ રિતિક રોશન અને ટાઇગર શ્રોફની સાથે છે. જે ફિલ્મનુ નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યુ નથી. પ્રાપ્ત અહેવાલ મુજબ તે શમશેરા નામની ફિલ્મમાં રણબીર કપુર સાથે નજરે પડનાર છે. વાણી કપુરે કહ્યુ છે કે પાવર હાઉસ ઓફ ટેલેન્ટ એટલે કે રણબીર કપુર સાથે કામ કરવાની બાબત તેના માટે મોટી સિદ્ધી સમાન છે. રણબીરની ફિલ્મ સંજુ હાલમાં કમાણીના તમામ રેકોર્ડ તોડી ચુકી છે. વાણી કપુરે કહ્યુ છે કે એક કલાકાર તરીકે રણબીર કપુર બોલિવુડમાં સૌથી કુશળ સ્ટાર પૈકી એક છે.