તળાજા તાલુકાના ભૂંગર ગામે નિલ ગાયનો શિકાર કરતા ૪ શિકારીઓને હથિયારો સાથે વન વિભાગએ ઝડપી લઈ તપાસ હાથ ધરી છે.સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર તળાજા વનવિભાગમાં નવ નિયુક્ત આર.એફ.ઓ. કિંજલબેન જોષીને એવા પ્રકારે માહિતી મળી હતી કે તળાજા તાલુકાનાં ભૂંગર ગામે કેટલાક અજાણ્યા શખ્સો વન્ય પશુઓનો શિકાર જેવી સંદિગ્ધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે જે આધારે તપાસ હાથ ધરતા ભૂંગર અને મંગેળા ગામની વચ્ચે આવેલ સિમમાં ૪ શખ્સો નિલગાય (રોઝડા)ની હત્યા કરી હલાલ કરી રહ્યો હોય જે તમામને ઝડપી લઈ નામ સરનામાની ઓળખ મેળવી હતી જેમાં મહમદ નાનુ કુરેશી ઉ.૨૮ રે મૂળ અમદાવાદ હાલ ભૂંગર ગામે તા.તળાજા, સતાર ભુરા કાતરીયા ઉ.૪૧ ડફેર મૂળવતન ભંડોરી ગામ જિ.પાટણ તથા એક ૧૫ વર્ષિય સગીર અને સુલેમાન ભુરા કાતીયાર રે સાંગોદરા તા.તલાલા જિ.જુનાગઢ વાળા હોવાની જણાવેલ આ શખ્સો પાસેથી દેશી જામગરી બંધુક નંગ-૨ દારૂ ગોળો, છરા, ખાટણી, તથા કાનસ મળી આવેલ આ ડફેર ગેંગ દ્વારા એક નિલગાયને ભડાકે દઈ તેને હલાલ કરી રહ્યા હતા એ માસ, ચામડા સહિતની સામગ્રી કબ્જે કરી તમામ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં આર.એફ.ઓ. કિંજલબેન જોષી વનપાલ, જી.એલ.વાઘેલા, એમ.કે.વાઘેલા, વનરક્ષક જે.સી. ગૌસ્વામી આઈ.વી. ગોહિલ, પી.બી.ચૌહાણ, પી.એન. બાલાસરી ટ્રેકર્સ દશરથસિંહ સરવૈયા એમ.પી. સરવૈયા, હિરાભાઈ ગોલેતર ભૂપતભાઈ ડોડીયા સહિતનો સ્ટાફ જોડાયો હતો.
ઝડપાયેલ બે શખ્સો રીઢા ગુનેગાર
નિલગાયના શિકાર સબબ ઝડપાયેલ એક સગીર સહિત ૪ ડફેર શખ્સો પૈકી બે શિકારીઓ અગાઉ પણ વન્ય પ્રાણીના શિકાર સબબ ઝડપાઈ ચૂક્યા છે એ સમયે તેમના કબ્જા તળેથી કાર, બાઈક સહિતના હથિયારો જપ્ત કર્યા હતા જે અંગેનો કેસ પણ હાલ ચાલી રહ્યો છે. ત્યારે ફરિ એકવાર આવા ગુનામાં જડપાઈ જવા પામ્યા છે. આ ડફેરોને આજે તળાજા કોર્ટમાં રજુ કરી રીમાન્ડની માંગ કરવામાં આવશે અને રીમાન્ડ દરમિયાન સમગ્ર પ્રકરણે કોઈ નેટવર્ક ચાલી રહ્યુ છે કે કેમ તે હકીકત ખુલવા પામશે.
– કિંજલ એમ. જોષી,
આર.એફ.ઓ. તળાજા