છેલ્લા પાંચેક દિવસથી મહાનગર પાલિકા દ્વારા શહેરમાં દબાણ હટાવ કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં શાકમાર્કેટ સહિત મુખ્ય બજારોમાં લારી-ગલ્લા હટાવતા નાના વેપારીઓ રોજગાર વિનાનાં બનતા આજે યુવા કોંગ્રેસની આગેવાની હેઠળ લારી-ગલ્લા ધારકોએ વિશાળ રેલી કાઢી કમિશ્નર અને વિપક્ષ નેતાને આવેદન પત્ર આપી લારી-ગલ્લા ધારકોને ટ્રાફીકનો પ્રશ્ન ન રહે તેવી રીતે વેપાર કરવા માટે વિકલ્પ આપવા રજુઆત કરી હતી જેમા મોટીસંખ્યામાં લારી ગલ્લા ધારકો જોડાયા હતા.
ભાવનગર શહેરમાં આવેલ મુખ્ય શાકમાર્કેટ,હૅવમોર ચોક,જુલેલાલ માર્કેટ, ગોલબજાર, મેઈનબજાર, વોરાબજાર, પીરછલ્લામાં ગરીબ અને મધ્યમવર્ગના વેપારી જેવા કે રોજે રોજ નું પેટનું રળતા અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરતા લારી- ગલ્લાવાળા અને મધ્યમવર્ગના વેપારીને છેલ્લા ચાર દિવસ થી ધંધા રોજગાર બંધ કરાવી ભાજપ શાસિત ભાવનગર મહાનગર પાલીકા અધિકારી હેરાન પરેશાન કરી તેમનો સામાન અને લારી ઉઠાવી મૉટા દંડ આપી હેરાન પરેશાન કરે છે તેના વિરોધ માં મોટી રેલીરૂપે આજે વેપારીઓ કોપોરેશન માં કમિશનરને રૂબરૂ ન્યાય મળે તે બાબતે રજુઆત કરેલ છે જેમા કાર્યવાહી નૉ વિરોધ નથી પણ રોજગારીનો પ્રશ્ન ન ઉભો થાય ટ્રાફીક સમસ્યા પણ જળવાઈ એ રીતે યોગ્ય કરી ધંધા રોજગાર ચાલુ રહે એ માટે વિગતે રજુઆત કરી હતી સાથે સાથે કોર્પોરેશન ના વિપક્ષ નેતા જયદિપસિંહ ગોહિલ ને પણ યોગ્ય રસ્તો કરવા રજુઆત કરી હતી, જેમાં યુવા કૉંગ્રેસના પ્રદેશ મહામંત્રી મનોહરસિંહ ગોહિલ(લાલભા), ઉપપ્રમુખ કમલેશભાઈ ચંદાની,યુથકોંગ્રેસ પૂર્વ વિધાનસભા પ્રમુખ જયદેવસિંહ, કિશનભાઈ મેર,સૉશીયલ મિડીયા ના કૉ.ર્ડીનેટર રૂષીભાઈ સરવૈયા સોશીયલ મીડિયા ડિપાર્ટમેન્ટ ના જીવરાજભાઈ અંજારા, વિક્રમભાઈ બોરીચા, કિશનભાઈ મેર,નટુભાઈ પનારા,નિલેશ ધાપા,પૂર્વેશ વોરા,ડો.નૃપેશભાઈ જોષી વગેરે આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહેલ હતા.