કરઝાળા ગામે  દિપડાએ હુમલો કરતા બાળકનું મોત

1906

ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કરઝાળા ગામે ચાર વર્ષિય બાળકને દિપડાએ ઉઠાવી જઈ ફાડી ખાતા ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો  અનુસાર જેસર તાલુકાના કરઝાળા ગામની સિમમાં ભાગવી ખેતીમાં મજુરી કામ કરતા મુળ રાજુલા તાલુકાના રાધવભાઈ બારૈયા ગતરાત્રીના સમયે  પરિવાર સાથે વાડીમાં આવેલ ઝુંપડામાં સુતા હોય એ દરમ્યાન એક માનવભક્ષી દિપડો આપી ચડ્યો હતો. આ દિપડાએ કનુભાઈના ૪ વર્ષીય પુત્રને ઉઠાવી ફરાર થઈ ગયો હતો. આ ઘટના  સમયે દોહા થતા લોકો એકઠા થયા હતાં. અને બાળકને લઈ નાસી છુટેલ દિપડાનું પગેરૂ મેળવવા દોડી ગયા હતાં. જયા વાડીથી થોડે દુર માસુમ બાળકને ફાડી ખાધેલ હાલતમાં લાશ મળી આવી હતી. સમગ્ર બનાવની જાણ જેસર વન વિભાગ તથા મોટા ખુંટવડા પોલીસને થતા સમગ્ર કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જયા મૃત બાળકનો કબ્જો લઈ પોલીસે પી.એમ. અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે ગ્રામજનોએ વન વિભાગને ઉગ્ર માંગ સાથે જણાવ્યું હતું કે અવાર-નવાર કરઝાળા ગામની સિમ તથા ગામ સુધી રાની પશુઓ દેખા દે છે અને આંટા ફેરા મારે છે ત્યારે જંગલી પ્રાણીઓને માનવ વસાહતથી દુર ખસેડવા તથા માનવ ભક્ષી દિપડાને ઝબ્બે કરવા માંગ કરી છે.

Previous articleડિમોલેશનના મામલે વેપારીઓમાં રોષ
Next articleલારી-ગલ્લા ધારકોને વેપાર માટે વિકલ્પ આપો – યુવા કોંગ્રેસ