ઘોઘા તાલુકાના કુડા ગામે રહેતા રત્નકલાકાર યુવાને દરિયાકાંઠે આવેલ ઝાડ સાથે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધો હતો.
બનાવની મળતી વિગતો મુજબ, ઘોઘા તાબેના કુડા ગામે રહેતા અને હિરા ઘસવાનું કામ કરતા રત્નકલાકાર અશોકભાઈ લાભુભાઈ જાદવ ઉ.વ.૩રએ આજે સાંજના સુમારે કુડા ગામના દરિયા કાંઠે આવેલ ઝાડ સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધો હતો. બનાવની જાણ થતા ગ્રામજનો દોડી ગયા હતા અને ઘોઘા પોલીસને જાણ કરાતા તુરંત પોલીસ સ્ટાફ બનાવસ્થળે પહોંચી જરૂરી કેસ કાગળો કરી લાશને પી.એમ. અર્થે ભાવનગર સર ટી.માં ખસેડી હતી. યુવાનના આપઘાતના પગલે સમગ્ર ગ્રામજનોમાં શોક છવાઈ ગયો હતો.