આડોડીયાવાસના બુટલેગરને પાસા તળે લાજપોર જેલ ધકેલ્યો

1400

શહેરના આડોડીયાવાસ વિસ્તારમાં રહેતો શખ્સ દારૂના ધંધા સાથે સંકળાયેલો હોય તેને આજરોજ ઘોઘારોડ પોલીસે પાસા તળે લાજપોર જેલ ખાતે ધકેલી દીધો છે.

પોલીસ અધિક્ષક પી.એલ.માલ તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.એચ.ઠાકરની સુચના તથા માર્ગદર્શન મુજબ ભાવનગર આડોડીયાવાસમાં ગે.કા. પ્રોહિ પ્રવૃતિ કરતા નિતેષભાઇ ક્રીપાલભાઇ પરમાર જાતે-આડોડીયા ઉ.વ.૨૪ રહે- તિલકનગર આડોડીયાવાસ, ભાવનગરવાળા વિરૂધ્ધ ઘોઘારોડ પો.સ્ટે.ના પો.ઇન્સ. જી.કે.ઇશરાણી દ્રારા પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપવામાં આવતા જીલ્લા મેજીસ્ટ્રેટ ભાવનગર દ્રારા તેની વિરૂધ્ધ પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવતા વોરંટ અન્વયે આ નિતેષભાઇ ક્રીપાલભાઇ પરમારની અટકાયત કરી હુકમ અનુસાર મધ્યસ્થ જેલ લાજપોર સુરત ખાતે મોકલી આપવામાં આવેલ. આ સમગ્ર કામગીરીમાં ઘોઘારોડ પો.સ્ટેના પો.ઇન્સ જી.કે.ઇશરાણી તથા સર્વેલન્સ સ્ટાફ તથા પો.ઇન્સ.ના રાઇટરો જોડાયેલ હતા.

Previous articleજાંપોદર ગામે હીરાભાઈ સોલંકીના પ્રયાસોથી વિકાસની હારમાળા થઈ
Next articleબાપાસીતારામ ટ્રસ્ટ અમદાવાદના યુવાનો દ્વારા ધર્મસ્થાનોની સફાઈ