ભાવનગર જિલ્લામાંથી બે વર્ષ સુધી તડીપાર કરેલ શખ્સને એસઓજી ટીમે મહુવા માર્કેટીંગ યાર્ડ પાસેથી ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
ભાવનગર જીલ્લામાંથી તડીપાર થયેલ ઇસમો ભાવનગર જીલ્લાના પ્રવેશ કરે છે અને છાની છુપી રીતે રહે છે તેવી હકિકત ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલને મળતા તડીયાર થયેલ ઇસમોને ઝડપી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરેલ જેના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેકટર એન. જી. જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ એ.એસ.આઇ. જી.પી. જાની તથા પોલીસ કોન્સ્ટેબલ અતુલભાઈ ચુડાસમાને મળેલ બાતમી આધારે ભાવનગર તથા ભાવનગરના સરહદી જીલ્લામાંથી બે વર્ષ સુધી તડીપાર થયેલ ઇસમ કાસમભાઈ અલારખભાઈ ચૌહાણ ઉ.વ. ૪૩ રહેવાસી જૂના એસ. ટી. વર્કશોપ પાસે જી. ભાવનગરવાળાને ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટીંગ યાર્ડ પાસેથી ઝડપી પાડી તેના સામે કાયદેસર કાર્યવાહી કરી મહુવા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ.