શહેરના પાનવાડી ચોક પાસેથી ચોરી કરેલ મોટરસાયકલ સાથે મોતીતળાવના શખ્સને એસઓજી ટીમે અલકા ગેઈટ ચોક પાસેથી ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એન.જી.જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ. હરીતસિંહ ચૌહાણ તથા પ્રદિપસિંહ ગોહિલને મળેલ બાતમી આધારે ભાવનગર, અલ્કા ગેટ ચોક મૌસમ હોટલ પાસેથી આરોપી એઝાઝ ઉર્ફે અક્રમ ઉર્ફે જાડીયો ઉ.વ.૨૭ રહેવાસી મોતીતળાવ રોડ, શેરી નંબર ૮ કાદરી મસ્જીદવાળી ગલી ભાવનગરવાળાને સ્પ્લેન્ડર રજી. નંબર જીજે ૪ એએફ ૩૧૫૭ કિ.રૂ઼ ૮૦૦૦ સાથે ઝડપી પાડેલ હતો અને મોટર સાયકલના નંબર આધારે મોબાઇલ સોફટવેરની મદદથી ખરાઇ કરતા સ્પ્લેન્ડર પાનવાડી ચોકથી ચોરી થયેલ હોવાનું માલુમ પડેલ અને ચોરી બાબતે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર થયેલ. પકડાયેલ આરોપીએ પોતે આ મો.સા. પાનવાડી ચોકમાંથી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ હતી. જેથી તેના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી તેને નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ.